Home /News /madhya-gujarat /

આ વિદ્યાર્થીએ બનાવી સૌર ઊર્જાથી ચાલતી સોલર સાઈકલ, ફૂલ ચાર્જ થયા બાદ ચાલશે 100km,જુઓ video

આ વિદ્યાર્થીએ બનાવી સૌર ઊર્જાથી ચાલતી સોલર સાઈકલ, ફૂલ ચાર્જ થયા બાદ ચાલશે 100km,જુઓ video

આ

આ સાયકલ બનાવવાનો કુલ ખર્ચ 10,000 થાય છે એટલે હાલ ના વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવો (Petrol diesel prices) સામે મોંઘવારીથી પીડાતી સામાન્ય પ્રજા માટે ઉપયોગી છે.અને સતત 100 કિલોમીટર નું અંતર કાપી શકે છે

આ સાયકલ બનાવવાનો કુલ ખર્ચ 10,000 થાય છે એટલે હાલ ના વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવો (Petrol diesel prices) સામે મોંઘવારીથી પીડાતી સામાન્ય પ્રજા માટે ઉપયોગી છે.અને સતત 100 કિલોમીટર નું અંતર કાપી શકે છે

    વડોદરા:  વડોદરાના વાડી વિસ્તારમાં રહેતો નિલ શાહના પિતા પ્રદ્યુમ્ન શાહ ફિશરિંગ વિભાગમાં ડ્રાઇવરની ફરજ બજાવતા હતા.જે હાલ નિવૃત્ત છે અને  પેંશન પર પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાં સાયન્સ પ્રવાહ માં ભણતા પુત્રનો ખર્ચ અને તેની આવડતને પરિપૂર્ણ કરવાનો પણ ભાર છે. જોકે નિલ શાહ (Neel Shah) ટ્યુશન વગર જ શાળામાં ઉત્તીર્ણ તો આવે છે સાથે જ તેણે એવી સાયકલ (Solar cycle)બનાવી છે જે સૌર ઊર્જાથી (Solar energy,) ચાલે છે અને જ્યારે સાયકલ ચાલે ત્યારે સાયકલમાં ફિટ કરેલી બેટરી ચાર્જ થાય જેથી રાત્રે સૂર્ય પ્રકાશ ન હોય ત્યારે પણ સાયકલ ચલાવી શકાય.

    આ સાયકલ બનાવવાનો કુલ ખર્ચ 10,000 થાય છે એટલે હાલ ના વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવો (Petrol diesel prices) સામે મોંઘવારીથી પીડાતી સામાન્ય પ્રજા માટે ઉપયોગી છે.અને સતત 100 કિલોમીટર નું અંતર કાપી શકે છે અને એ પણ પેન્ડલ માર્યા વગર. આવા ઘણા ગરીબ પરિસ્થિતિમાં જીવતા ટેલેન્ટ દેશમાં છે જેમને પ્રોત્સાહન મળે તો દેશનું નામ વિશ્વભરમાં વધુ ગુંજી ઉઠે તે વાતમાં કોઈ બે મત નથી.

    આજે સોમવારી અમાવસ્યા, મઘા નક્ષત્રનો અદભુત સંયોગ...

    તારીખ ૬ સપ્ટેમ્બરે સોમવતી અમાસની સાથે મઘા નક્ષત્રનો અદભુત સંયોગ છે. આપણા શાસ્ત્રમાં અમાવસ્યાનું વિશેષ મહત્વ છે. એમાં પણ સોમવતી અમાવસ્યાનું અતિવિશેષ મહત્વ છે. અમાવસ્યાના દેવ પિતૃ દેવ છે અને એજ દિવસે મઘા નક્ષત્ર છે. મધા નક્ષત્રના સ્વામી પણ પિતૃદેવ છે માટે એનું વિશેષ મહત્વ છે. વર્તમાનમાં શ્રાવણ માસ ચાલી રહયો છે અને શ્રાવણ માસની અમાવસ્યા સોમવાર અને મઘા નક્ષત્રમાં હોવાથી તેનું વિશેષ જ્યોતિષાચાર્ય સત્યમ જોષીએ જણાવ્યું હતું કે, આપણા શાસ્ત્ર અનુસાર આયુષ્ય, સંતાન, વૈભવ, સુખ, આનંદ અને પ્રેમ સાથે મોક્ષ પિતૃ કૃપાથી જ પ્રાપ્ત થાય છે, ત્યારે સોમવતી અમાવસ્યા અને મઘા નક્ષત્રનું વિશેષ મહત્વ મહત્ત્વ છે.

    આ પણ વાંચો: સુરત: આર્મી મેજરના પિતાને પોલીસે માર માર્યા બાદ મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ

    કુબેરેશ્વર મહાદેવ મંદીરના ભરતભાઈ મહારાજ દ્વારા જણાવવામાં આવ્યું કે, આજે ખાસ મહાદેવનું પૂજન કરવામાં આવે છે. ખાસ કરીને શિવલિંગ પર દુર્વા ચડાવવાનું મહત્વ રહેલું છે. આ યોગ 200 વર્ષ પછી આવેલ છે, જેમાં શ્રાવણ માસની શરૂઆત અને અંત સોમવારે થતો હોય. ઉપરાંત શ્રાવણ માસમાં 5 સોમવારનો સમાવેશ થયેલ હતો. મંદિરમાં પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે છે અને મંદિરમાં મહાદેવની પૂજા દરમિયાન ફક્ત 4 લોકોને જ પરવાનગી સાથે પ્રવેશ આપવામાં આવ્યો.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara City News, વડોદરા, સોલર ઉર્જા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन