Home /News /madhya-gujarat /Vadodara: આ વિદ્યાર્થીઓની કેમ થઈ રહી છે પ્રશંસા, જાણીને તમે પણ થઈ જશો ખુશ

Vadodara: આ વિદ્યાર્થીઓની કેમ થઈ રહી છે પ્રશંસા, જાણીને તમે પણ થઈ જશો ખુશ

X
સોશિયલ

સોશિયલ વર્કના 93 વિદ્યાર્થીઓએ મતદાન પરિસરમાં સ્વૈચ્છિક સેવા આપી. 

વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના 93 વિદ્યાર્થીઓએ મતદાન પરિસરમાં પીડબ્લ્યુડી અને વૃદ્ધ મતદારોને મદદ કરવા અને તે લોકો સરળતાથી મતદાન કરી શકે તેના માટે સ્વૈચ્છિક સેવા આપી. 

વધુ જુઓ ...
    Nidhi Dave, Vadodara: ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના 93 વિદ્યાર્થીઓએ મતદાન પરિસરમાં પીડબ્લ્યુડી અને વૃદ્ધ મતદારોને મદદ કરવા અને તે લોકો સરળતાથી મતદાન કરી શકે તેના માટે સ્વૈચ્છિક સેવા આપી.

    વિદ્યાર્થીઓ પોતાનો મત આપ્યા પછી તેઓ ફાળવેલ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા અને મતદાન મથક પરના તમામ લોકોને શક્ય તે રીતે મદદ કરી, ખાસ કરીને પીડબ્લ્યુડી અને વૃદ્ધ મતદારોને મદદ કરવામાં પુરેપુરી જવાબદારી બજાવી. વિદ્યાર્થીઓએ એવા મતદારોને પણ મદદ કરી હતી, જેમની પાસે રસીદ નથી. તેઓએ વોટર હેલ્પલાઈન નામની એપ્લિકેશનની મદદથી રસીદ જનરેટ કરવામાં મદદ કરી. વિદ્યાર્થીઓએ શી ટીમની મદદ મારફતે વિકલાંગ મતદારો અને વરિષ્ઠ નાગરિક મતદારોને ઘરેથી બૂથ અને બૂથથી તેમના ઘરે લઈ જવાની સુવિધાઓ પણ પૂરી પાડી હતી.

    93.5 RED FM ના મારફતે વિદ્યાર્થીઓ જે મતદાન મથકોમાં ફરજ બજાવતા હતા, તેની સતત માહિતી પુરી પાડતા હતા અને વધુ મતદાનની આશા સાથે આ સુવિધા ઉભી કરવામાં આવી હતી. સોશિયલ વર્કના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં શહેરના વિવિધ વિસ્તારો જેવા કે નિઝામપુરા, સમા, ગોરવા, જેતલપુર, ગોત્રી, ફતેહપુરા, આજવા રોડ, પાણીગેટ, વાઘોડિયા રોડ, વાસણા, તાંદલજા, માંજલપુર અને અન્ય શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં લોકશાહીના તહેવારમાં તેમની સક્રિય ભાગીદારી દર્શાવી.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: 2022 Assembly elections, Help, Students, Vadodara

    विज्ञापन
    विज्ञापन