Vadodara: રાજમાર્ગો પર મુકાશે જી.પી.એસ. સિસ્ટમવાળા સ્માર્ટ ડસ્ટબીન
Vadodara: રાજમાર્ગો પર મુકાશે જી.પી.એસ. સિસ્ટમવાળા સ્માર્ટ ડસ્ટબીન
વડોદરા શહેરના નિયત કરેલા 40 જેટલા સ્થળોએ આ સ્માર્ટ કચરાપેટી (ડસ્ટબીન) મુકાશે
પાલિકાના શાસકો અનેકવિધ યોજના અને પ્રોજેક્ટ (project) અમલમાં મૂકી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરના રાજમાર્ગ ઉપર જી.પી.એસ સિસ્ટમવાળા સ્માર્ટ કચરાપેટી (Smart Trash with GPS system) (ડસ્ટબીન) મુકવાનું આયોજન તંત્રએ હાથ ધર્યું છે.
Vadodara: વડોદરા શહેરને સ્માર્ટ સીટી (smart city) બનાવવા માટે પાલિકાના શાસકો અનેકવિધ યોજના અને પ્રોજેક્ટ અમલમાં મૂકી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરના રાજમાર્ગ ઉપર જી.પી.એસ સિસ્ટમવાળા સ્માર્ટ કચરાપેટી (ડસ્ટબીન) મુકવાનું આયોજન તંત્રએ હાથ ધર્યું છે. રૂપિયા 5 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
વડોદરા શહેરના નિયત કરેલા 40 જેટલા સ્થળોએ આ સ્માર્ટ કચરાપેટી (ડસ્ટબીન) મુકાશે. જે ડસ્ટબીન 01 મીટરની પહોળાઈ ધરાવતા 06 x 88 સ્ક્વેર મીટરના હશે. આ સ્માર્ટ કચરાપેટીઓ આગામી માર્ચ મહિના સુધીમાં નક્કી કરેલા તમામ સ્થળે મુકાઈ જશે. સ્માર્ટ રોડ પર સ્માર્ટ ડસ્ટબીન મુકવાની યોજના અંગે વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે વધુ માહિતી પૂરી પાડી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર