Home /News /madhya-gujarat /ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા આજ રોજ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા

ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા આજ રોજ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા

તમામ

તમામ કર્મચારીને કાલી પટ્ટી બાંધી તેમની નૈતિક ફરજો બજાવે, તેવું યાદ અપાવ્યું...

આજે વડોદરા શહેરનાં રાવપુરા વિસ્તાર ખાતે આવેલ કુબેર ભવનમાં ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેમાં કર્મચારીઓના વર્ષોથી પડતર પ્રશ્નો અંગે સરકાર સામે આંદોલન, લેખિત રજુઆત કરી પ્રશ્નો ઉકેલવા ગુજરાત રાજ્ય કર્મચારી - શિક્ષક - અધિકારી લડત સમિતી દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ કરવામાં આવેલ છે.

વધુ જુઓ ...

    જેમાં મહાસંઘોના હોદ્દેદારો દ્વારા ગાંધીનગર ખાતે તા .22 ઓક્ટોબર, 2021ના રોજ સુત્રોચ્ચાર સહનો કાર્યક્રમ સફળ બન્યો હતો. જે બદલ તમામ સભ્યો / કર્મચારીઓએ આભાર પણ વ્યક્ત કર્યો હતો. તદુપરાંત હવે આગામી કાર્યક્રમોને સફળ બને તથા આ લોકોને પોતાના કર્યો યાદ રહે તે હેતુસર ગુજરાત રાજ્ય કર્મચારી - શિક્ષક - અધિકારી લડત સમિતી દ્વારા તા. 17 નવેમ્બર, 2021 ના રોજ દરેક કર્મચારી - શિક્ષક - અધિકારી એ કાળી પટ્ટી બાંધવામાં આવી અને આ કાળી પટ્ટી ધારણ કરીને ફરજો બજાવવાની રહેશે. જેથી તમામ પોતાની નૈતિક જવાબદારી સમજીને કર્મચારી સમિતિની પડતર માંગણીઓને વાચા મળે અને આ પહેલે આવનારા સમયમાં સફળ નીવડે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Gujarat Employee Coordinating Commtte, Vadodra News, Vadodra Samachar

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन