બાયો એન્ઝાઇમને મેજિકલ સોલ્યુશન કહેવામાં આવે છે. કારણ કે માત્ર બાયો એન્ઝાઇન બનાવશો તો એની સાથે સાથે બીજી ઘણી બધી પ્રોડક્ટ બનાવી શકાય છે. બાયો એન્ઝાઈન ખુબ જ સરળ રીતે બનાવી શકાય છે.
Nidhi Dave, Vadodara: પર્યાવરણને બચાવવા માટે ઘણા લોકો કાર્યરત છે. તથા હવે ઘણા લોકોમાં પર્યાવરણ વિશેની જાગૃતિ આવી ગઈ છે. જેને પગલે વડોદરા શહેરનું મહિલાઓનું શાનદાર ગ્રૂપ પર્યાવરણ ઉપર ઘણું કાર્ય કરી રહી છે. જેમાં ખાસ કરીને ઝીરો વેસ્ટ પર કાર્યરત છે. આ ગ્રુપ દ્વારા વિવિધ હોમ મેડ પ્રોડક્ટ નજીવા દરે બનાવી ઘરમાં કે સ્વઉપયોગ કરી શકાય છે.આજે આ વીડિયોમાં તમે ઘરે સરળતાથી બાયો એન્ઝાઇમ કેવી રીતે બનાવવામાં આવે છે તે જાણીશું.
વડોદરા શહેરનું શાનદાર ગ્રુપ છેલ્લા ત્રણ વર્ષથી વિમેન એમ્પાવરમેન્ટ, ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ અને પર્યાવરણ જેવા વિષય ઉપર કાર્યરત છે. શાનદાર ગ્રુપના દર્શનાબેન શાહે જણાવ્યું કે, કોરોનાકાળમાં સમગ્ર ગુજરાત પ્રાંતમાં નારી શક્તિ પ્રમુખનું દાયિત્વ મળ્યું. તથા કોરોના કાળમાં અમે ઘણા ઓનલાઇન પ્રોગ્રામો કર્યા અને પર્યાવરણ બચાવો અંગેની જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે.
જેમાં સોનલ બેન દવે કે, જે પોતે કેમિકલ ફ્રી લાઇફસ્ટાઇલ અપનાવી રહ્યા છે. એમની પાસેથી માર્ગદર્શન મળ્યું કે અલગ અલગ પ્રોડક્ટ ઘરે કેવી રીતે સરળતાથી બનાવી શકાય.કેમિકલ ફ્રી પ્રોડક્ટ ઘરે બનાવવાના એક નહિ અનેક ફાયદાઓ છે. એક ફાયદો ઇકો ફ્રેન્ડલી, બીજો ફાયદો પોકેટ ફ્રેડલી. અમે અત્યાર સુધી દંત મંજન, શેમ્પુ, વાસણ ધોવાનું લિકવિડ, બાયો એન્ઝાઇમ, કપડાં ધોવાનું લિકવિડ, ગ્લાસ ક્લીનર, ફીનાયલ, અમૃતધારા વગેરે બનાવ્યું છે.
બાયો એન્ઝાઇમને મેજિકલ સોલ્યુશન કહેવામાં આવે છે. કારણ કે માત્ર બાયો એન્ઝાઇન બનાવશો તો એની સાથે સાથે બીજી ઘણી બધી પ્રોડક્ટ બનાવી શકાય છે. બાયો એન્ઝાઈન ખુબ જ સરળ રીતે બનાવી શકાય છે.
સામગ્રી: એક લીટર પાણી, 100 ગ્રામ ગોળ અને 300 ગ્રામ લીંબુ.
રીત: એક લિટર પાણીમાં ગોળ અને લીંબુ ઉમેરવા. શક્ય હોય તો દેશી અને જૂનો ગોળ લઇ શકાય. બરાબર હલાવી દેવું. બોટલમાં ઉપરની બાજુ થોડી ખાલી જગ્યા હોવી જોઇએ. બોટલ પર લેબલ લગાવી દેવું કે કઈ તારીખે બનાવ્યું હતું. આને બનતા લગભગ 3 મહિના જેટલો સમય લાગતો હોય છે. ગેસ નીકળવાનો બંધ થઈ જાય અને છોળા નીચે બેસી જાય તો સમજી જવું કે બાયો એન્ઝાઇમ તૈયાર.
તૈયાર થઈ ગયા બાદ એને ગાળી લેવુ. ગાળી લીધા બાદ જે વેસ્ટ બચે છે એનો પણ ઉપયોગ કરી શકાય. જેમકે, વાસણ ધોવામાં, કમ્પોઝ પણ કરી શકો. જેથી કશુ પણ વેસ્ટ નહિ જાય. આ બાયો એન્ઝાઇમ ટોયલેટ ક્લીનર માટે એકદમ તૈયાર છે. પણ એને જો વૃક્ષમાં નાખવું હોય તો ખાસ કાળજી લેવી. બાયો એન્ઝાઇમને વૃક્ષમાં નાખતા પહેલા ડાયલયુટ કરવું. 100 મિલી પાણી લઇ એ તો એમાં 1 મિલી જેટલું જ લિકવિડ લેવું.
ધ્યાન રાખવા જેવી બાબત:
મોટી પ્લાસ્ટિકની ઢાંકણવાળી બોટલ લેવી. કારણકે, જ્યારે પાણીમાં ગોળ અને લીંબુ મિક્સ કરીએ ત્યારે એમાંથી ગેસ ઉતપન્ન થતો હોય છે. તેથી કાચની બોટલ વાપરવી નથી. આને તડકામાં મૂકવું નહીં. રોજ 15 દિવસ અને મહિના સુધી એક વાર ઢાંકણને ખોલવું. જેથી ગેસ નીકળી જાય અને તરત પાછું બંધ કરી દેવું. 15 દિવસ પછી અઠવાડિયે એક વાર ગેસ કાઢીશું તો ચાલશે.
લીંબુના બદલે બીજા ખાટા ફળો અને શાકભાજી લઇ શકાય છે. ઘરમાં વપરાય ગયેલા ફૂલો માંથી પણ બાયો એન્ઝાઇમ બનાવી શકાય છે. સાકરના લેવાય પણ મધ લઈ શકાય. જો આપણા ઘરમાં લીંબુના છોડા એટલા બધા ના હોય, તો આપણી આસપાસ સોડાની દુકાન કે ફળની દુકાન આવેલી હોય, એમાં લીંબુ, સંતરા, નારંગીને બગડી ગયેલા ફેંકી દેતા હોય છે તો એ લઈ આવી શકાય.