Home /News /madhya-gujarat /

Vadodara: શ્વેતા પરમારે વિદેશી આકાશમાં ભારતનો ત્રિરંગો લહેરાવીને સ્વતંત્રતા પર્વની કરી ઉજવણી; રોચક છે વીડિયો

Vadodara: શ્વેતા પરમારે વિદેશી આકાશમાં ભારતનો ત્રિરંગો લહેરાવીને સ્વતંત્રતા પર્વની કરી ઉજવણી; રોચક છે વીડિયો

ભારતની

ભારતની ચોથી અને ગુજરાતની પ્રથમ લાયસન્સ ધરાવતી સિવિલિયન વુમન સ્કાયડાઇવર..

ભારત દેશમાં ચોથું લાઇસન્સ પ્રાપ્ત કરનાર નાગરિક મહિલા સ્કાયડાઇવર અને ગુજરાતની પ્રથમ મહિલા સ્કાયડાઇવર શ્વેતા પરમારે વિદેશી આકાશમાં ભારતનો ત્રિરંગો લહેરાવીને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી.

  Nidhi dave, Vadodara: ભારત દેશમાં (India) સ્કાયડાઈવર તરીકેનુંચોથું લાઇસન્સ પ્રાપ્ત કરનાર નાગરિક મહિલા સ્કાયડાઇવર ( Women Skydiver ) અને ગુજરાતનીપ્રથમ મહિલા સ્કાયડાઇવરશ્વેતા પરમારે (Shweta Parmar) વિદેશી આકાશમાં ભારતનો ત્રિરંગો લહેરાવીને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી.સ્વતંત્રતા પર્વની અનોખી રીતે ઉજવણી કરી ગૌરવ અનુભવ્યો હતો.સ્કાયડાઈવર શ્વેતા પરમારસફળ ઉદ્યોગસાહસિક મહિલા છે તેઓને સ્કાયડાઈવિંગ કરવોનોનાનપણથીજ પેશન છે.તેઓડિજિટલ માર્કેટિંગ ફર્મ અને કાફે પણ ચલાવે છે.

  'આઝાદી કા અમૃત મહોત્સવ' ની ઉજવણીના ભાગરૂપે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી

  સ્કાયડાઈવિંગ વિશે શ્વેતા પરમાર એ જણાવ્યું કે, 'આઝાદી કા અમૃત મહોત્સવ' ની ઉજવણીના ભાગરૂપે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે તેઓએ રાષ્ટ્ર ધ્વજ સાથે આકાશમાં જંપ કર્યો હતો.તેઓએ જણાવ્યું હતું કે દેશભક્તિની લાગણી દર્શાવવાનો આ સૌથી શ્રેષ્ઠ મોકો હતો.વિદેશી આકાશમાં આ જમ્પ કરતી વખતે ખાસ આપણા દેશનીસંસ્કૃતિ અને સિદ્ધિઓનો ગૌરવપૂર્ણ ઇતિહાસ પણ શેર કર્યો હતો.વિદેશમાં લોકોને તેઓએઆઝાદી કા અમૃત મહોત્સવ વિશે પણ જાણકારી આપી હતી.

  12 મહિનાથી રાષ્ટ્ર ધ્વજ સાથે આકાશમાં જમ્પ કરવા માટે તૈયારીઓ કરી

  શ્વેતાએ બીજા જમ્પ વિશે જણાવ્યું કે, તેઓએ બીજો જંપ 200 કૂદકા પૂરા કર્યાની ખુશીમાં કર્યો હતો,તે ગુજરાત પ્રત્યેકૃતજ્ઞતા દર્શાવવા માંગતી હતી.તે છેલ્લા 12 મહિનાથી રાષ્ટ્ર ધ્વજ સાથે આકાશમાં જમ્પ કરવા માટે તૈયારીઓ કરી રહી હતી.જે માટે આ વર્ષે તક મળતા તેઓએ આકાશમાં\"ગરવી ગુજરાતી\" લખેલા ધ્વજ સાથે કૂદકો માર્યો હતો.

  આ પણ વાંચો: હિમાલયના નુન પર્વત શિખર પર તિરંગો લહેરાવી આ મહિલાએ સ્વતંત્રતા પર્વની કરી ઉજવણી; અહી પહોંચવાનો છે લક્ષ્ય

  બંને જમ્પ શ્વેતાએ રશિયામાં 14,000 ફૂટની ઉંચાઈએથી કર્યુંહતું.

  આ બંને જમ્પ શ્વેતાએ રશિયામાં 14,000 ફૂટની ઉંચાઈએથી કર્યુંહતું. શ્વેતા પરમારે એની સ્કાયડાઇવિંગની ટ્રેનીંગ સ્પેનથી શરૂ કરી હતી. ત્યારબાદ દુબઈ, રશિયા, તથા ભારતનાહરિયાણા ખાતે સ્કાયડાઈવીંગ કર્યુ છે. જો કોઈને સ્કાયડાઇનિંગ શીખવું હોય તો ભારત દેશમાં સ્કાયડાઈવીંગની કોઈ પણ સ્કૂલ નથી. જેથી ખાસ રશિયા અને થાઈલેન્ડમાં શીખવા જવું પડે છે.આ ટ્રેનિંગ શરૂ થાય છે એક બેઝિક કોર્સથી. જેમાં ઇન્સ્ટ્રિકટરની સાથે સાત જમ્પ કરવાના હોય છે. જો ઇન્સ્ટ્રક્ટર મંજૂરી આપે કે હવે તમે સોલો જમ્પ કરી શકો છો અને સર્ટિફિકેટ આપે, ત્યારબાદ જ તમે લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા કરી શકો છો. સ્કાયડાઈવિંગની ઓછામાં ઓછી ફી 2 થી અઢી લાખ રૂપિયા હોય છે. એના સિવાય ટ્રાવેલિંગ, રહેવાનું, ખાવા પીવાનું, આ બધા ખર્ચા તો અલગ જ થાય.

  રશિયામાં સ્કાયડાઇવિંગનીતાલીમ દરમિયાન એના 200 કૂદકા પૂરા કર્યા હતા

  ઑગસ્ટ 2022માં, શ્વેતાએ રશિયામાં સ્કાયડાઇવિંગનીતાલીમ દરમિયાન એના 200 કૂદકા પૂરા કર્યા હતા. તથા વધુમાં શ્વેતાએ જણાવ્યું કે, તેઓને USPA C લાઇસન્સ પણ પ્રાપ્ત થયું છે, જે મને ભવિષ્યમાં કૅમેરા સાથે કૂદવાની મંજૂરી આપશે. મારું આગામી લક્ષ્ય યુવાનોને શિક્ષિત કરવાનું અને તેમને સ્કાયડાઇવિંગને શોખ અથવા વ્યવસાય તરીકે અનુસરવા માટે પ્રેરિત કરવાનું રહેશે.

  આ પણ વાંચો: ચિત્રકાર હિમાંશુ શાહે બનાવેલા ચિત્રો "સિમ્બોલ ઓફ લવ" પ્રદર્શનમાં મુકાયા; આ છે ખાસ વાત

  હું સશસ્ત્ર દળો સાથે સ્કાયડાઇવિંગ ડેમો જમ્પ કરવા ઈચ્છું છું: શ્વેતા પરમાર

  તેઓ એ આશા વ્યક્ત કરતા જણાવ્યું કેજો ભવિષ્યમાંતક આપવામાં આવે તો, હું સશસ્ત્ર દળો સાથે સ્કાયડાઇવિંગ ડેમો જમ્પ કરવા ઈચ્છું છું. હું મારા સ્કાયડાઈવિંગ ફેલો દ્વારા આયોજિત સ્કાયડાઈવિંગ કેમ્પમાં યોગદાન આપવા ઈચ્છું છું, જે માત્ર સરકારી સહાયથી જ શક્ય બનશે. કારણકે મને મારા કદ પ્રમાણેનું પેરાશૂટ મળી નથી રહ્યું. આ બાબતે કોઈ મદદ કરે તો હું આગળ જંપલાવી શકીશ. તથા સરકાર મને પરવાનગી આપે તો આગામી વર્ષમાં આઝાદી પર્વની ઉજવણી હું ભારત દેશમાં જ સ્કાયડાઇવિંગ કરીને ઉજવું એવી મારી ઈચ્છા છે.
  First published:

  Tags: Aazadi ka amrut mahotsav, Skydiver, Vadodara

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन