Home /News /madhya-gujarat /

શ્રી ક્રિષ્ણમ ફાઉન્ડેશન દ્વારા બાળકો સાથે દિવાળીની અનોખી ઉજવણી તથા વૃદ્ધાશ્રમમાં મેડીકલ કેમ્પનું આયોજન 

શ્રી ક્રિષ્ણમ ફાઉન્ડેશન દ્વારા બાળકો સાથે દિવાળીની અનોખી ઉજવણી તથા વૃદ્ધાશ્રમમાં મેડીકલ કેમ્પનું આયોજન 

50

50 થી 60 જેટલાં બાળકોને ફટાકડા ફોડાવી દિવાળીની ઉજવણી કરવામાં આવી

શ્રી ક્રિષ્ણમ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા બે વર્ષથી દિવાળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. ફાઉન્ડેશનના સંચાલક ભાર્ગવ શાહ દ્વારા આ વર્ષ બાળકો સાથે ઊજવણી

    1. શ્રી ક્રૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા બાળકો સાથે દિવાળીની અનોખી ઉજવણી

    શ્રી ક્રૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા બે વર્ષથી દિવાળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. ફાઉન્ડેશનના સંચાલક ભાર્ગવ શાહ દ્વારા આ વર્ષે પણ વડોદરાના સોમા તળાવ વિસ્તારના વિજયવાડી વિસ્તારમાં બાળકો માટે દિવાળીની ઉજવણી કરવાનો એક નેક પ્રયાસ કરવામાં આવ્યો.

    દિવાળીનો ખરો અર્થ એ જ છે કે, બધા સાથે મળીને બીજાના મુખ પર સ્મિત લાવીએ. અને ફાઉન્ડેશન દ્વારા 50 થી 60 જેટલાં બાળકોને ફટાકડા ફોડાવી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોના જમવામાં છોલે, પુરી, ગુલાબજાંબુ રાખવામાં આવ્યા હતા. તેમની સાથે રમત રમાડીને દિવસ વિતાવવામાં આવ્યો હતો. ફાઉન્ડેશનના આ સુંદર કાર્યમાં અનુજ, આકાશ, ખુશ્બુ, હેમલ, ધ્રુવ હાજર રહ્યા હતા. ફાઉન્ડેશન દ્વારા દિવાળી નિમિતે વડોદરા જિલ્લામાં હજુ 4 દિવસ સુધી આવી જ રીતે બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવશે.

    2. વૃદ્ધાશ્રમમાં મેડીકલ કેમ્પનું આયોજન કરાયું

    આજ રોજ વારસીયા પોલીસ સ્ટેશનની શી-ટીમ તથા શ્રીજી હોસ્પિટલના સંયુકત ઉપક્રમે સ્વામી પ્રેમદાસ વૃદ્ધાશ્રમમાં મેડીકલ કેમ્પનું આયોજન કરવા આવેલ. જે અંતર્ગત ર્ડો. યુવરાજ સીસોદીયા તથા તેમની ટીમ દ્રારા તમામ વડીલોનું મેડીકલ ચેકઅપ કરવામાં આવેલ.

    જેમાં ઇ.સી.જી, સુગર, બી.પી વગેરે તપાસ કરી જરૂરી તમામ પ્રકારની દવાઓ આપવામાં આવેલ હતી. તેમજ વારસીયા પોલીસ સ્ટેશન તરફથી શ્રીજી હોસ્પિટલના સ્ટાફનું સન્માન કરી ભેટ આપવા આવી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Local News, Vadodra News, વડોદરા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन