શોર્યજીત ખેરેને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, 2023 થી સન્માનિત...
વડોદરાનાં મલ્લખંભ ખેલાડી શૌર્યજીત ખેરને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવશે. નેશનલ ગેમ્સની તૈયારી દરમિયાન પિતાનું નિધન થયું હતું. તેમની રમતને નીહાળી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ પ્રભાવીત થયા હતાં.
Nidhi Dave, Vadodara: નેશનલ ગેમ્સની તૈયાર દરમિયાન પિતાનું નિધન થયું હોવા છતાં નેશનલ ગેમ્સમાં અદ્ભુત પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ મેળવનાર અને મલ્લખંભની હરીફાઈમાં અદ્ભુત કવાયતોથી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દેનાર વડોદરાના 10 વર્ષના શોર્યજીત ખેરેને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, 2023થી સન્માનિત કરવામાં આવશે.
મોદીએ લખ્યુ, 'વૉટ અ સ્ટાર શૌર્યજીત ઇઝ'
પિતાના અવસાન બાદ પણ 10 વર્ષનો સૌથી નાની વયનો મલ્લખંભ ખેલાડી શૌર્યજીત નેશનલ ગેમ્સમાં મલ્લખંભની ગેમમાં રમવા ઉતર્યો હતો. તેણે પોતાની કલા બતાવીને લોકોનાં દિલ જીતી લીધાં હતાં. સાથે બ્રોન્ઝ મેડલ પણ પ્રાપ્ત કરી દેશનું નામ પણ રોશન કર્યું હતું. સૌથી નાની વયના મલ્લખંભ ખેલાડીના નીતનવા દાવપેચથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મંત્રમુગ્ધ થઇ ગયા હતા અને બાળ રમતવીરને પ્રોત્હસાન પૂરું પાડતા ટ્વિટર પર લખ્યું હતું કે, 'વૉટ અ સ્ટાર શૌર્યજીત ઇઝ.
શૌર્યજીતનું આજે સન્માન
દિલ્હી ખાતે યોજાનાર કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિના હસ્તે આજરોજ 23 જાન્યુઆરીના રોજ બાળ રમતવીર શૌર્યજીતને પુસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ત્યારે ગઈકાલે શૌર્યજીત દિલ્હી જવા માટે વડોદરાથી રવાના થયો હતો. શૌર્યજીત વડોદરાના માણેકરાવ વ્યામ શાળાનો ખેલાડી છે. ત્યારે શૌર્યજીતની આ સિદ્ધિથી તેના પરિવાર, કોચ અને તેના સાથી વ્યામ ખેલાડી ગૌરવ અનુભવી રહ્યા છે.