વડોદરા : રેલવે ફાટક પરથી પસાર થવા જતા બાઇક ચાલકનો ટ્રેન સાથે અકસ્માત, મોતનો વિચલિત કરતો CCTV Video

News18 Gujarati
Updated: June 28, 2020, 4:50 PM IST
વડોદરા :  રેલવે ફાટક પરથી પસાર થવા જતા બાઇક ચાલકનો ટ્રેન સાથે અકસ્માત, મોતનો વિચલિત કરતો CCTV Video
CCTV વીડિયોમાંથી લીધેલી અકસ્માતની તસવીર

21 જૂનની તારીખનો વીડિયો સામે આવ્યો, શહેરના કરચીયા યાર્ડના રેલવે ફાટકના સીસીટીવી ફૂટેજથી ખળભળાટ, 56 સેકન્ડના CCTV વીડિયોમાં મોતનું તાંડવ

  • Share this:
વડોદરા : કહેવાય છે કે ઝડપની મજા મોતની સજા (Speed Thrills but kills) ઉતાવળ ક્યારેક જીવલેણ બનતી હોય છે અને તેનું તાજું ઉદાહરણ વડોદરા (vadodara)માં ઘટેલી આ ઘટના છે. વડોદરામાં 21મી જૂનની તારીખે કરચીયા યાર્ડ (Karchiya yard) રેલવે ફાટક (Railway crossing)ના અકસ્માત (Accident) એક સીસીટીવી વીડિયો (CCTV Video) સામે આવ્યો છે. આ વિચલિત કરતા વીડિયોમાં ઉતાવળે રેલવે ફાટક ક્રોસ કરનાર બાઇક ચાલક (Bike rider) પરથી ટ્રેનના કાળમુખા પૈડા ફરી વળતા જોવા મળે છે.

ઘટનાના સીસીટી મુજબ વડોદરાના કરચીયા યાર્ડના રેલવે ફાટકની વિગતો સામે આવી છે. 21મી જૂને સાંજે 7 અને 39 મિનિટના સીસીટીવ ફૂટેજમાં જ્યારે ફાટક બંધ હતી ત્યારે કેમેરા ફ્રન્ટ એંગલ પરથી એક બાઇક ચાલક જોવા મળે છે. 56 સેકન્ડના આ વીડિયોમાં કુદરતનો કાળક્રમ અને બેજવાબદારીના બેવડા ઉદાહરણો જોવા મળ્યા છે.

ફૂટેજમાં જોવા મળતા મુજબ એક બાઇક ચાલક રેલવે ફાટકની સાઇડમાંથી આવે છે અને ફાટક બંધ હોવા છતાં ટ્રેનના પાટા ઓળંગવાનો પ્રયાસ કરે છે. જોકે, તે વચ્ચે પહોંચે ચ્યારે જ પૂરપાટે આવતી ટ્રેનના પૈડા તેની માથેથી ફરી વળે છે. આ અકસ્માતમાં ચાલકનું મોત નીપજ્યું છે.


આ પણ વાંચો :   વડોદરા હદ વિસ્તરણનો વિવાદ વકર્યો, સેવાસી ગ્રામજનોએ પૂતળા દહન કરી વિરોધ કર્યો

માનવ રહિત ફાટકો પર તો આવી ઘટનાઓ અવારનવાર બની જાય છે. લોકો અસંખ્ય ઘટનામાં મોતને ભેટ્યા હોવાના દાખલાઓ હોવા છતાં બેદરકારી જોવા મળે છે. આ ઘટનાએ વડોદરા શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે. સીસીટીવી ફૂટેજ સામે આવતા મૃતકની તપાસ શરૂ કરવામાં આવી છે.આ પણ વાંચો : લખતર : રાજવી પરિવારે સ્મશાન માટે ફાળવેલી જમીન શ્રીસરકાર થઈ ખાનગી માલિકીની થઈ ગયાનો કર્યો આક્ષેપ
First published: June 28, 2020, 4:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading