Home /News /madhya-gujarat /

RATHYATRA IN VADODARA : વડોદરાની રથયાત્રામાં 4 દાયકાથી મહાપ્રસાદનો એક જ છે સ્વાદ, જાણો શું છે ખાસિયત

RATHYATRA IN VADODARA : વડોદરાની રથયાત્રામાં 4 દાયકાથી મહાપ્રસાદનો એક જ છે સ્વાદ, જાણો શું છે ખાસિયત

ભક્તોને

ભક્તોને દિલ ખોલીને પ્રસાદ ખવડાવવામાં આવે છે, ભગવાનની કૃપાથી પ્રસાદી ખૂટી નથી...

આવતીકાલ અષાઢી બીજના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રા નીકળશે. રથયાત્રામાં ભક્તિ સાથે પૂજામાં બનતાં શીરાના પ્રસાદનો પણ અનેરો મહિમા હોય છે, જેમાં દર વર્ષે 3 લાખથી વધુ ભક્તો આ મહાપ્રસાદીમાં જોડાય છે. તો આ શિરાની પ્રસાદી બનવાની શરૂ થઈ ગઈ છે.

વધુ જુઓ ...
    Vadodara Rathyatra : આવતીકાલ અષાઢી બીજના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રા (41th Rathyatra) નીકળશે. રથયાત્રામાં ભક્તિ (Devotion) સાથે પૂજામાં બનતાં શીરાના પ્રસાદનો પણ અનેરો મહિમા હોય છે, જેમાં દર વર્ષે 3 લાખથી વધુ ભક્તો (Devotees) આ મહાપ્રસાદીમાં જોડાય છે. તો આ શિરાની પ્રસાદી બનવાની શરૂ થઈ ગઈ છે. ખુબ જ સ્વાદિષ્ટ શિરો આવતીકાલે રથયાત્રા દરમિયાન શહેરીજનોને આપવામાં આવશે, જેને ગ્રહણ કરતાની સાથે જ શહેરીજનો મંત્રમુગ્ધ થઈ જશે.

    78 વર્ષીય કંદોઈ ગોપાલ શાહ છેલ્લાં 40 વર્ષથી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં પ્રસાદ બનાવવાની સેવા આપી રહ્યાં છે.

    પ્રસાદીનો શિરાની, શહેરના રાવપુરા વિસ્તારમાં રહેતાં 78 વર્ષીય કંદોઈ ગોપાલ શાહ છેલ્લાં 40 વર્ષથી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં પ્રસાદ બનાવવાની સેવા આપી રહ્યાં છે. જે વિશે તેમણે કહ્યું હતું કે, વર્ષ 1982માં જ્યારે હું ઈસ્કોન ટેમ્પલની પાછળ આવેલાં સુજાતા પાર્કમાં રહેતી હતો, ત્યારથી મેં પ્રસાદ બનાવવાની સેવા આપવાનું શરુ કર્યું હતું. હાલ સ્ટેશન વિસ્તારમાં મારી મીઠાઈની દુકાન છે. આજથી 4 દાયકા પહેલાં પણ રથયાત્રાનો મહિમા હતો, પરંતુ તે સમયે આજના સમય જેટલી ભીડ જોવાં મળતી ન હતી.

    કોરોનાના બે વર્ષના અંતરાલ બાદ આ વર્ષે 30 ટન પ્રસાદ બનાવવામાં આવ્યો.

    વર્ષ 1982 થી 1990 સુધી 15 ટન શીરો બનતો હતો. ત્યાર બાદ 25 ટન અને કોરોનાના બે વર્ષના અંતરાલ બાદ આ વર્ષે 30 ટન પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. રથયાત્રાના પ્રસાદની સૌથી મોટી વિશેષતા એ છે કે, અમે ભક્તોને દિલ ખોલીને તેમજ તેઓ જ્યાં સુધી ધરાઈ ન જાય ત્યાં સુધી પ્રસાદ ખવડાવીએ છે. જેમાં ગરીબો તો આ દિવસની આતુરતાથી રાહ જોતાં હોય છે. પરંતુ ભગવાનની કૃપાથી આજ સુધી ક્યારેય પ્રસાદ ખૂટ્યો નથી.રથયાત્રાના 36 કલાક પહેલા જ શીરો બનાવવાની કામગીરી ઈસ્કોન મંદિરમાં શરૂ કરી દેવામાં આવી હતી. શીરા માટે 3000 કિલો સુજી, 3000 કિલો ખાંડનો ઉપયોગ કરાયોછે. સાથે સાથે 3000 કિલો ઘી ઉપયોગમાં લેવામાં આવ્યોછે. શીરા માટે 250 કિલો ડ્રાયફ્રુટ પણ મિક્સ કરવા માટે તૈયાર કરાયો છે. 20 થી 25 જેટલા મોટા તપેલામાં શીરો બનાવવામાં આવ્યો છે.

    આ પણ વાંચો - VADODARA: 4 લાખ જેટલા ડાક કર્મયોગીઓ ઓનલાઇન તાલીમ મેળવી શકે તેવું ઈ-લર્નીંગ પોર્ટલ વિકસાવ્યું

    પ્રસાદની તમામ સામગ્રી સહિત 20 હજાર કિલો કેળાનું દાન વેપારીઓ અને દાતા તરફથી અપાયો છે.

    કંદોઈ ગોપાલ ભાઈ શાહે જણાવ્યું કે, પ્રસાદની તમામ સામગ્રી સહિત 20 હજાર કિલો કેળાનું દાન વેપારીઓ અને દાતા તરફથી અપાયો છે. જેમ - જેમ રથયાત્રાનો મહિમા વધી રહ્યો છે, તેમ દાતાઓ પણ વધી રહ્યાં છે. પ્રસાદ બનાવવામાં મારી સાથે 50 લોકોની ટીમ જોડાય છે. જેમાં મોટાભાગના લોકો શહેરના મારવાડી સમાજના છે. 50 કિલો શીરો બનાવતાં 4 કલાકનો સમય લાગતો છે. જેમાં એક તપેલું જ 20 મણનું હોય છે. પ્રસાદ બની ગયા બાદ તેને ટ્રકમાં ચઢાવવા માટે પણ 10 લોકોની અલાયદી ટીમ બનાવવામાં આવી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Rathyatra, રથયાત્રા, વડોદરા શહેર, વડોદરા સમાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन