Home /News /madhya-gujarat /વડોદરા: રાવપુરા રોડ પર ખોડિયાર માતાના મંદિરે 104 વર્ષથી શેરી ગરબાની ધૂમ

વડોદરા: રાવપુરા રોડ પર ખોડિયાર માતાના મંદિરે 104 વર્ષથી શેરી ગરબાની ધૂમ

X
બેગડાઇ

બેગડાઇ માતાજી

vadodara: શહેરના રાવપુરા (ravpura) ચાર રસ્તા પાસે બેગડાઇ માતાજી હવે ખોડિયાર માતાજીના મંદિર (khodiyar mataji temple) પાસે રાજમાર્ગ પર દર નવરાત્રીએ (Navratri sheri garba) સન 1917 થી શેરી ગરબા યોજાય છે.

વડોદરાઃ ઐતિહાસિક ધરોહર ધરાવતા બેગડાઇ માતાજીના (Begdai Mataji) સ્થાનક સંદર્ભે એવી લોકવાયકા છે કે, સન 1917 માં માતાજીના મંદિર સ્થળે ઓટલો હતો. એ સમયે પાવાગઢથી (Pavagadh) બળદગાડામાં બેગડાઇ માતાજીની મૂર્તિ લાવવામાં આવી હતી. સૈકાઓ પૂર્વે જુનાગઢ (junagadh) અને પાવાગઢ એમ બે ગઢ હતા. ત્યારે, ધાર્મિક શાસ્ત્રોક્ત પરંપરાને આધિન લાવવામાં આવેલી બેગડાઇ માતાજીની મૂર્તિ દાયકાઓ બાદ જર્જરિત થતા નર્મદા નદીમાં વિધિવત વિસર્જિત કરાઇ હતી. ત્યારબાદ સન 1989 ના અરસામાં માતાજીની મૂર્તિ પાસે ચિઠ્ઠી નાંખી મંજુરી માગી ખોડિયાર માતાજીની (khodiyar mataji) મૂર્તિની પ્રતિષ્ઠા કરાઇ હતી.

જગત જનનીની કૃપા ગણો કે ચમત્કાર હજુ સુધી રાવપુરા ચાર રસ્તા - ખોડિયાર ચોક પાસે કોઇપણ અકસ્માતમાં કોઇ વ્યક્તિનો જીવ ગયો નથી. ગમે તેવો ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય સૂડીનો ઘા સોયથી ટળ્યો હોય એવો સિલસિલો જારી છે. સન 1917 ના અરસામાં માતાજીના મંદિર પાસે માટીની ગરબી ( ઘડો ) મુકી મહિલાઓ ગરબે ઘુમતી હતી.

ખોડિયાર જયંતિ અને માતાજીના મૂર્તિપ્રતિષ્ઠા પર્વે તારીખ 19મી ફેબ્રુઆરીના રોજ અનુષ્ઠાન નવચંડીની પરંપરા જારી છે.  ગાયકવાડ સરકારે મંદિરની સનદ પણ આપી હોવાનું સ્થાનિક રહીશોએ ઉમેર્યું હતું . આ વર્ષે પણ યુવક મંડળે શેરી ગરબાનું આયોજન કર્યું છે. નવરાત્રી દરમિયાન રાજમાર્ગ પર કોઇને અડચણ ના પડે એવી વ્યવસ્થા સાથે ગરબો યોજાય છે.
First published:

Tags: Gujarati news, Navratri, Navratri 2021, વડોદરા સમાચાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો