મહિલાઓને હેલ્પલાઈન નંબર અને શી ટીમ મોબાઈલ એપ્લિકેશન પર કોલ કરવા વિનંતી...
31મી ડિસેમ્બરે મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા શી-ટીમ તૈનાત રહેશે.શહેરના માર્ગો અને ઇવેન્ટના સ્થળો પર પેટ્રોલિંગ કરશે.તેમજ ભીડવાળા સ્થળોએ સિવિલ ડ્રેસમાં હાજર રહેશે. પોલીસે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે.
Nidhi Dave, Vadodara: વડોદરા પોલીસે 31મી ડિસેમ્બરે મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શહેરના માર્ગો પર પેટ્રોલિંગ કરવા માટે શી-ટીમની જુદી જુદી ટીમો બનાવી છે. ટીમ નક્કી કરેલા રૂટ પર આગળ વધશે અને ટપોરી, ડેકોય માટે ભીડવાળા સ્થળોએ સિવિલ ડ્રેસમાં હાજર રહેશે અને મહિલાઓની સુરક્ષાને ટોચની અગ્રતા પર રાખશે.
એક ટીમ ઈ-બાઇક પર પેટ્રોલિંગ કરશે
એસીપી મહિલા સેલના રાધિકા ભારાઇએ જણાવ્યું હતુંકે, 31મી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન શી-ટીમની વિવિધ ટીમ ગીચ અને ઇવેન્ટના સ્થળોએ પેટ્રોલિંગ કરી રહી છે.
એક ટીમ ઈ-બાઇક પર ભીડવાળા સ્થળોએ પેટ્રોલિંગ કરશે, જ્યારે બીજી ટીમ બાઇક પર લાંબા રૂટ પર પેટ્રોલિંગ કરશે.
હેલ્પલાઇન નંબર જાહેર કર્યા
એસીપી એ મહિલાઓ અથવા છોકરીઓને શી ટીમ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.