વડોદરાઃખુશીનો તુર્કીથી લવાયો મૃતદેહ,અંતિમયાત્રામાં સાંસદ,ધારાસભ્યો જોડાયા

VINOD LEUVA | Pradesh18
Updated: January 4, 2017, 5:49 PM IST
વડોદરાઃખુશીનો તુર્કીથી લવાયો મૃતદેહ,અંતિમયાત્રામાં સાંસદ,ધારાસભ્યો જોડાયા
વડોદરાઃતુર્કીના ઈસ્તાનબુલના નાઈટ કલબમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ વડોદરાની ફેશન ડિઝાઈનર ખુશી શાહના મૃતદેહને તેના બંન્ને ભાઈઓ આજે તુર્કીથી વડોદરા લાવ્યા હતા.31મી ડિસેમ્બરના રોજ તુર્કીના ઈસ્તાનબુલમાં નાઈટ કલબમાં થયેલા આતંકવાદી હુમલામાં વડોદરાની ફેશન ડિઝાઈનર ખુશી શાહનું મૃત્યુ નિપજયું હતું.જે અંગેની સત્તાવાર જાહેરાત વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે કરી હતી.
VINOD LEUVA | Pradesh18
Updated: January 4, 2017, 5:49 PM IST
વડોદરાઃતુર્કીના ઈસ્તાનબુલના નાઈટ કલબમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ વડોદરાની ફેશન ડિઝાઈનર ખુશી શાહના મૃતદેહને તેના બંન્ને ભાઈઓ આજે તુર્કીથી વડોદરા લાવ્યા હતા.31મી ડિસેમ્બરના રોજ તુર્કીના ઈસ્તાનબુલમાં નાઈટ કલબમાં થયેલા આતંકવાદી હુમલામાં વડોદરાની ફેશન ડિઝાઈનર ખુશી શાહનું મૃત્યુ નિપજયું હતું.જે અંગેની સત્તાવાર જાહેરાત વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે કરી હતી.

khusi

સાંસદ રંજનબહેન ભટ્ટે માહિતી આપી હતી કે ખુશી શાહને માથાના ભાગે ગોળી વાગી હતી.ગોળી વાગવાના કારણે ખુશી શાહનું મોત થયું હતું. સેવાશી સ્થિત નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી.પરિવારજનો અને લોકોએ અશ્રુભીની આંખે ખુશીને વિદાય આપી હતી.

મૃતક ખુશી શાહના બંન્ને ભાઈઓ વિદેશ મંત્રાલયની મદદથી તુર્કી પહોચ્યા હતા.જયાંથી મુંબઈ એરપોર્ટ થઈ વડોદરા એરપોર્ટ પર ખુશીનો પાર્થિવ દેહ લવાયો હતો.વડોદરા એરપોર્ટ પર મૃતક ખુશી શાહના પરિજનો, વડોદરાના સાસંદ રંજનબેન ભટ્ટ, મેયર ભરત ડાંગર, ધારાસભ્ય મનીષાબેન વકીલ, જીતેન્દ્ર સુખડીયા અને સ્થાયી સમિતિના ચેરમેન જીગીશાબેન શેઠ ખુશીના મૃતદેહને સ્વીકારવા હાજર રહ્યા હતા.મૃતક ખુશીના મૃતદેહને એરપોર્ટથી તેના સેવાસી સ્થિત નિવાસસ્થાને લઈ જવાયો હતો.જયાં હિંદુ ધર્મ મુજબ તેના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો હતો.

મૃતક ખુશી શાહના પરિવારને આશ્વાસન આપવા તેના મિત્રો, પરિજનો, કલેકટર, સાંસદ સહિત અનેક લોકો આવ્યા હતા.બપોરે 3 વાગ્યા બાદ મૃતક ખુશી શાહની વડીવાડી સ્મશાનગૃહમાં અંતિમક્રિયા કરાઇ હતી.ખુશી શાહએ બનાવેલો વીડીયો તે જોઈ ન શકી તે અંગે દુખ વ્યક્ત કર્યું હતું.જયારે વડોદરાના સાંસદે એક ઉત્તમ ફેશન ડિઝાઈનર ગુમાવી હોવાનું કહી દુખ વ્યકત કર્યું હતું.
First published: January 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर