વડોદરા : સાત વર્ષનાં બાળકનું કોંગો ફિવરથી શંકાસ્પદ મોત

News18 Gujarati
Updated: September 8, 2019, 11:20 AM IST
વડોદરા : સાત વર્ષનાં બાળકનું કોંગો ફિવરથી શંકાસ્પદ મોત
પ્રતિકાત્મક તસવીર

શંકાસ્પદ કોંગોથી થયેલા મોતના પગલે હોસ્પિટલમાં શનિવારે જ તાબડતોબ કોંગોની સારવાર માટેની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી.

  • Share this:
ફરીદખાન પઠાણ, વડોદરા : વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં આણંદ જિલ્લાનાં ખંભાત તાલુકાનાં ખેડા તળાવ ગામનાં સાત વર્ષીય બાળકનું કોંગો ફીવરનાં શંકાસ્પદ લક્ષણો સાથે મોત નીપજ્યું છે.

પરિજનો સાથે વાત કરતા તેઓ ખેતીનાં વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમના ઘર પાસે પશુઓ બાંધવામાં આવે છે. ગોત્રી હોસ્પિટલમાં કોંગો ફીવરની દવા રિબાવીરીન મંગાવી લેવામાં આવી હતી.

પુના લેબમાં લોહીનાં નમૂના મોકલાયા

કોંગો ફીવરનાં શંકાસ્પદ લક્ષણો જણાતાં મૃતક બાળકનાં લોહીનાં નમૂના પુના વાયરોલોજીકલ લેબમાં મોકલી આપવામાં આવ્યાં છે. આ અંગેની જાણ આણંદ આરોગ્ય તંત્રને પણ કરવામાં આવી છે. રાજ્યમાં ઝડપભેર કોંગો ફીવર ફેલાઈ રહ્યો છે. સરકારનાં સત્તાવાર આંકડા પ્રમાણે અત્યાર સુધી કોંગો ફીવરનાં કારણે પાંચ લોકોનાં મોત નીપજ્યા છે. મૃતક બાળકનો કોંગો ફીવરનો રિપોર્ટ પોઝિટીવ આવશે તો રાજ્યમાં કોંગો ફીવરનો ભોગ બનનારની સંખ્યા 6 થશે.

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલનાં અધિક્ષક રાજીવ દેવેશ્વરે જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલમાં કોંગો ફીવર માટેની રિબાવરીન દવાનો જથ્થો પર્યાપ્ત છે. બરોડા મેડિકલ કોલેજ અને જિલ્લા પંચાયતનાં આરોગ્ય અધિકારીઓ વચ્ચે બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં કોંગો ફીવરનાં દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ સહીત મેડિકલ કોલેજનાં છ વિભાગનાં પ્રાધ્યાપકો અને નોડલ ઓફિસર તરીકે જવબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં બની દુનિયાની સૌથી વિશાળ દાબેલી, લિમ્કા બુકમાં મળ્યું સ્થાનજાણો આ શેનાથી ફેલાય છે?

  • પશુઓથી ફેલાય છે આ રોગ

  • પશુઓની ચામડી પર ચોંટેલા હનીમોરલ નામના પરજીવી રોગનું વાહક છે.

  • ઈતરડીના કરડવાથી તેની અસર થાય છે.

  • ઈતરડી ગાય અને ભેંસના પૂછડામાંથી ફેલાય છે.

  • માલધારી અને પશુ પાલકોને આ રોગ થવની શક્યતા વધારે રહે છે.

First published: September 8, 2019
વધુ વાંચો
अगली ख़बर