Home /News /madhya-gujarat /

VADODARA: વિશ્વામિત્રી નદી પર વોટર લેવલ જાણવા મૂકાયા એડવાન્સ સેન્સર, આ રીતે કરશે કામ

VADODARA: વિશ્વામિત્રી નદી પર વોટર લેવલ જાણવા મૂકાયા એડવાન્સ સેન્સર, આ રીતે કરશે કામ

વિશ્વામિત્રીમાં

વિશ્વામિત્રીમાં જળસ્તરની સચોટ માહિતી ઓટોમેટિક સિસ્ટમથી મળી શકશે. 

વિશ્વામિત્રી નદીનું પાણીનું સ્તર માપવા માટે 9 જગ્યાએ વોટર લેવલ સેન્સર મૂકવાની કામગીરી હાથ ધરાઇ છે. નવી ટેક્નોલોજીની મદદથી સેન્સર પદ્ધતિથી પાણીનું સ્તર જાણી શકાશે.

    વડોદરા: શહેરની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી (Vishwamitri River) પસાર થાય છે. જ્યારે પણ વિશ્વામિત્રી નદીમાં પાણી આવે ત્યારે વડોદરા શહેર માટે સંકટ સર્જાતું હોય છે. અત્યાર સુધી વિશ્વામિત્રી નદીમાં કેટલા ફૂટે પાણી છે એ જાણવું હોય તો નદી કિનારે લાગેલ માપ પટ્ટી પર જોઈને જાણી શકાતું હતું. આ જૂની પદ્ધતિમાં (Old method) બદલાવ આવ્યો છે. હવે નવી ટેકનોલોજીનો (New Technology) ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ વોટર લેવલ સેન્સર (Water level sensor) મૂકવામાં આવ્યા છે. જેથી કરીને કંટ્રોલ રૂમમાં (City Control Centre) સેન્સરની મદદથી સમયે સમયે માહિતી મળતી રહેશે.

    વિશ્વામિત્રી નદીનું પાણીનું સ્તર માપવા માટે વિશ્વામિત્રી નદી ઉપર 9 જગ્યાએવોટરલેવલસેન્સરંમુકાશે.

    વિશ્વામિત્રી નદીનું પાણીનું સ્તર માપવા માટે વિશ્વામિત્રી નદી ઉપર 9 જગ્યાએ વોટર લેવલ સેન્સર મૂકવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે પૈકી સાત સ્થળોએ વોટર લેવલ સેન્સર કાર્યરત થયા છે. ઓટોમેટિક સિસ્ટમથી જળ સ્તર એક્યુરન્સી વધશે. પાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીની જળ સપાટી માપવા માટે જૂની પદ્ધતિની જગ્યાએ નવી સિસ્ટમ અપનાવવામાં આવી છે. જેથી વિશ્વામિત્રીમાં જળસ્તરની સચોટ માહિતી ઓટોમેટિક સિસ્ટમથી મળી શકશે.

    હવે નવી ટેકનોલોજીની મદદથી સેન્સર પદ્ધતિથી પાણીનું સ્તર જાણી શકાય છે.

    પાલિકાના કંટ્રોલ રૂમ સહિત અધિકારીઓના મોબાઇલ પર પાણીના જળસ્તરની રજેરજ માહિતી આ સિસ્ટમથી મળી રહી છે. વિશ્વામિત્રી નદીમાં જ્યારે પણ પાણી વધે છે, ત્યારે અગાઉ અને હાલ પરંપરાગત પદ્ધતિ નોંધણી કરવામાં આવે છે. કાલાઘોડા સહિત અન્ય સ્થળો પર માપણી રેખાંકિત કરવામાં આવેલી છે. જોકે હવે નવી ટેકનોલોજીની મદદથી સેન્સર પદ્ધતિથી પાણીનું સ્તર જાણી શકાય છે. આજવા સરોવર, કાલાઘોડા બ્રિજ અકોટા બ્રિજ, આસોજ ફીડર, મુજ મહુડા બ્રિજ, નરહરિ બ્રીજ પ્રતાપ નગર ડેમ રાત્રી બજાર બ્રિજ સમા હરણી બ્રિજ સહિત 9 સ્થળે સિસ્ટમ મૂકવામાં આવી છે.

    આપાતકાલિન સમયમાં જી.પી.એસ. લોકેશન દ્વારા કંટ્રોલ રૂમનું વાહન ઘટના સ્થળે પહોંચી જશે.

    હાઈટેક ટેકનોલોજીની મદદથીદરેક કોલને લાઈવ જોઈ શકાય છે તથા જી.પી.એસ. લોકેશન દ્વારા કંટ્રોલ રૂમનું વાહન ઘટના સ્થળે પહોંચી જશે. આ સેન્સરમાં ખાસ એવા મોડ રાખવામાં આવ્યા છે કે નદીની સપાટી 22, 26, 28 ફૂટે પહોંચે ત્યારે જાણ કરે. વડોદરા કોર્પોરેશન દ્વારા તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. તથા રેસ્ક્યુ ટિમ પણ તૈનાત કરવામાં આવેલ છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Vadodra News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन