Self watering tree-guard: પીંજરુ ઝાડને ઢોરથી બચાવશે અને પાણી પણ પાશે

News18 Gujarati
Updated: September 21, 2019, 3:48 PM IST
Self watering tree-guard: પીંજરુ ઝાડને ઢોરથી બચાવશે અને પાણી પણ પાશે
નવતર પ્રયોગ

ટ્રી ગાર્ડમાં દર 15 દિવસે 15 લીટર પાણી સીંચવું જરૂરી છે, રોજે રોજ પાણી આપવાની મહેનત જરૂરી નથી.

  • Share this:
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાએ દર 15 દિવસે 15 લીટર જેટલા પાણીનું નવા વાવેલા વૃક્ષોને તેનું પાંજરુ પીવડાવશે.

વાત કાંઈ એવી છે કે 15 લીટર જેટલા પાણીના સંગ્રહ સાથે નવા વાવેલા રોપાને ઢોર ઢાંખરથી બચાવે એવી વ્યવસ્થા ધરાવતા અભિનવ પ્રકારના વૃક્ષરક્ષક પિંજરાનો ઉપયોગ વડોદરા મહાનગરપાલિકા એ શહેરી વનીકરણમાં શરૂ કર્યો છે.

તાજેતરમાં જ વડોદરા મહાનગરપાલિકા એ શહેરી વન મહોત્સવ હેઠળ યોજેલા વનીકરણના નવતર પ્રયોગ હેઠળ રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સેલ્ફ વોટરિંગ ટ્રી ગાર્ડ પદ્ધતિ હેઠળ વૃક્ષ ઉછેરનો પ્રારંભ કરાવ્યો.

હાલમાં સમા-હરણીને જોડતા નવા પુલ પાસે આ પદ્ધતિ હેઠળ વૃક્ષના રક્ષણની સાથે જળ સંગ્રહ માટે સક્ષમ પિંજરાઓની ઓથે 333 વૃક્ષો વાવવામાં આવ્યા છે. આવા રક્ષક અને જળ સિંચક પિંજરાઓનો ઉપયોગ કરીને વિવિધ શહેરી વિસ્તારોમાં તબક્કાવાર 1000 જેટલા વૃક્ષો 'હરિયાળું શહેર ઝુંબેશ 'હેઠળ વાવવાનું મહાનગરપાલિકા એ આયોજન કર્યું છે.

શહેરની સંસ્થા નીતા એગ્રોએ પારંપરિક લોખંડની રક્ષક જાળીવાળા પિંજરાના વિકલ્પે આ સેલ્ફ વોટરિંગ ટ્રી ગાર્ડ બનાવ્યા છે. આ ટ્રી ગાર્ડની વિશેષતાએ છે કે નવા રોપેલા છોડનું રક્ષણ કરવાની સાથે એ છોડના મૂળ પાસે 10 દિવસ સુધી ભેજ જાળવી રાખે છે. અને એ તો સુવિદિત છે કે રોપ હોય કે ખેતરમાં વાવેલો પાક, એને સીધા પાણીની જરૂર નથી ફક્ત મૂળમાં ભેજ જળવાય એટલા જ પાણીનું સિંચન જરૂરી છે.

આ પ્રકારના ટ્રી ગાર્ડ સાથે વૃક્ષ વાવતા સમયે ખાડો ખોદતી વખતે જ ખાડામાં ૨૫ લિટર્સ પાણી ભરવું જરૂરી છે. વળી નાનકડો રોપો નહીં પણ ૬.૫ ફૂટ જેટલી લંબાઈ અને ૨.૫ જાડાઈ ધરાવતો ઉછરેલો છોડ આ પદ્ધતિ હેઠળ વાવવો જરૂરી છે. આમ, આ પદ્ધતિ વધુ ટકાઉ, સફળ વૃક્ષ ઉછેરનું આશ્વાસન આપે છે.આ ટ્રી ગાર્ડ 15 લીટર જેટલું પાણી સંઘરવાની ક્ષમતા ધરાવે છે. આ પાણી ચાર કલાકના સમયગાળામાં વૃક્ષના મૂળમાં સિંચાય છે અને તેના લીધે ૧૦ દિવસ સુધી ભેજ જળવાય છે.

ટ્રી ગાર્ડમાં દર 15 દિવસે 15 લીટર પાણી સીંચવું જરૂરી છે, રોજે રોજ પાણી આપવાની મહેનત જરૂરી નથી. નાગરિકો ૧૫ દિવસે જળ સિંચનની આ જવાબદારી ઉપાડી લઈને વૃક્ષદેવના પૂંજનનું પુણ્ય મેળવી શકે છે.

વડોદરા મહાનગરપાલિકા એ ફૂલ 1000 સેલ્ફ વોટરિંગ ટ્રી ગાર્ડસ થી રક્ષિત વૃક્ષો તબક્કાવાર વાવવાનું આયોજન કર્યું છે. આ માટે કુલ 15 લાખનો ખર્ચ થશે.જે પૈકી રૂ.5 લાખની જોગવાઈ પાલિકાના બજેટમાં કરવામાં આવી છે, બીજા 5 લાખની વ્યવસ્થા વડોદરા સ્માર્ટ સીટી કંપનીના યોગદાન રૂપે અને બાકી રહેતા 5 લાખની વ્યવસ્થા લોક ભાગીદારીના અભિગમને સાર્થક કરતી સીએસઆર વ્યવસ્થા હેઠળ કરવામાં આવી છે.

આમ,આ એક પીંજરું ૧૫૦૦માં પડે છે જે નવા રોપેલા છોડને પશુઓથી બચાવવાની સાથે જળ સિંચન દ્વારા એના સફળ ઉછેરની ખાતરી આપે છે.
First published: September 21, 2019
વધુ વાંચો
अगली ख़बर