Home /News /madhya-gujarat /જાણો ગુજરાત સરકારના બજેટ પર શું અભિપ્રાયો આવ્યા, VCCIના હોદ્દેદારોએ આપી પ્રતિક્રિયા

જાણો ગુજરાત સરકારના બજેટ પર શું અભિપ્રાયો આવ્યા, VCCIના હોદ્દેદારોએ આપી પ્રતિક્રિયા

ગુજરાત

ગુજરાત સરકારનું બજેટ 2022ને નાણાપ્રધાન કનુ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં રજૂ કર્યું

ગુજરાત સરકારનું બજેટ 2022ને આજરોજ નાણાપ્રધાન કનુ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં રજૂ કર્યું હતું. નાણાપ્રધાન કનુ દેસાઇએ વિધાનસભામાં બજેટ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી. નાણામંત્રીએ 2.43 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું.

    વડોદરા: ગુજરાત સરકારનું બજેટ 2022ને (Gujarat Government Budget 2022) આજરોજ નાણાપ્રધાન કનુ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં (Gujarat Legislative Assembly) રજૂ કર્યું હતું. નાણાપ્રધાન કનુ દેસાઇએ વિધાનસભામાં બજેટ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી. નાણામંત્રીએ 2.43 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. ત્યારે ગુજરાત સરકારનું બજેટ નિહાળવા માટેની વ્યવસ્થા વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની (Vadodara Chambers of Commerce and Industry) મકરપુરા કચેરી ખાતે કરવામાં આવી હતી.

    VCCIના હોદ્દેદારોએ બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા મીડિયા સમક્ષ આપી હતી. VCCI ના હોદ્દેદારો એ બજેટને વિકાસ લક્ષી ગણાવ્યું હતું. સાથે આદિવાસી વિસ્તારોમાં જી.આઈ.ડી.સીની સ્થાપના આવકારદાયક છે તેમ જણાવ્યું હતું. તેમજ બેલન્સ બજેટ હોવાનું જણાવી પ્રતિક્રિયામાં બજેટની ત્રુટીઓ પણ ગણાવી હતી. જેમાં વડોદરાના બે કર્યો માટે બજેટ ફળવાયું, એક સાવલીની સિંચાઈ માટે 15 કરોડ અને બીજું એસ. એસ. જી. હોસ્પિટલ માટે 30 કરોડની ફાળવણી થઈ છે.

    આ પણ વાંચો: જમીન કૌભાંડનાં કોંગ્રેસનાં આરોપો મામલે કોર્ટ પહોંચ્યા ભાજપનાં નેતા નીતિન ભારદ્વાજ
    " isDesktop="true" id="1185269" >

    તદુપરાંત રશિયા અને યુક્રેન વચ્ચે તંગદીલી ભર્યા માહોલને લઇ ઉદ્યોગ જગત પર પણ અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. ભારતમાં રશિયા અને યુક્રેન વચ્ચે તંગદીલી પરિસ્થિતિની અસર ફાર્માસ્યુટિકલ અને કલર ડાય ઇન્ડસ્ટ્રીઝ પર વર્તાશે, જેનું મોટા પાયે રોકાણ મધ્યગુજરાતમાં છે. ત્યારે આ પરિસ્થિતિની ઉધોગજગત પર અસર અંગે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારો એ પ્રતિક્રિયા આપી હતી. જેમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની શક્યતાઓ વી.સી.સી.આઈના હોદ્દેદારો એ વ્યક્ત કરી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadoara, ગુજરાત બજેટ, વડોદરા શહેર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन