શહેરનું મહિલાઓનું શાનદાર ગ્રૂપ પર્યાવરણ ઉપર ઘણું કાર્ય કરી રહી છે.
આપણા રોજિંદા જીવનમાં ઘરમાં ઘણું શાકભાજી જે થોડું સડી ગયું હોય કે, બગડી ગયું હોય કે, અડધું કાપેલું હોય, એવી વસ્તુઓ ફેકી દેતા હોય છે. તો આ તમામ વસ્તુઓનો બગાડ નહીં પરંતુ યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય એવી વસ્તુઓ અમે બનાવી રહ્યા છે.
Nidhi Dave, Vadodara: પર્યાવરણને બચાવવા માટે ઘણા લોકો કાર્યરત છે. તથા હવે ઘણા લોકોમાં પર્યાવરણ વિશેની જાગૃતિ આવી ગઈ છે. જેને પગલે વડોદરા શહેરનું મહિલાઓનું શાનદાર ગ્રૂપ પર્યાવરણ ઉપર ઘણું કાર્ય કરી રહી છે. જેમાં ખાસ કરીને ઝીરો વેસ્ટ પર કાર્યરત છે. શાનદાર ગ્રુપના સભ્ય કૃપાબેન શુકલા એ જણાવ્યું કે, આપણા રોજિંદા જીવનમાં ઘરમાં ઘણું શાકભાજી જે થોડું સડી ગયું હોય કે, બગડી ગયું હોય કે, અડધું કાપેલું હોય, એવી વસ્તુઓ ફેકી દેતા હોય છે. તો આ તમામ વસ્તુઓનો બગાડ નહીં પરંતુ યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય એવી વસ્તુઓ અમે બનાવી રહ્યા છે. આજરોજ આપણે ઘરે બેઠા કેમિકલ ફ્રી ફીનાયલ કેવી રીતે બનાવી શકાય એ શીખીશું.
રીત: ફીનાયલ બનાવવા માટે ઉપરોક્ત ચાર વસ્તુઓની જરૂર પડે છે. આ ચાર વસ્તુઓને એકત્રિત કરો. ત્યાર બાદ કપૂરની ગોળી, ફટકડી અને આખું મીઠું એમ એક એક કરીને આ ત્રણેય વસ્તુઓને પાણીમાં નાખવી. ત્યારબાદ એને ચમચી વડે હલાવીને એકરસ કરવું. એક રસ થઈ ગયા પછી બોટલને હવાચુસ્ત રીતે બંધ કરી 12 કલાક માટે છોડી દેવું. 12 કલાક બાદ ફીનાયલ તૈયાર.
આ ફિનાઇલમાં લીમડો પણ ઉમેરી શકાય છે. કડવા લીમડાને ગરમ પાણીમાં ઉકાળીને ક્રશ કરી દેવું. ઠંડુ થઈ ગયા બાદ તેને ઉપરોક્ત બનાવેલ ફિનાઈલમાં ઉમેરી શકાય છે. આ થઈ ગયું મચ્છર ભગાવું ફિનાઈલ તૈયાર.
ફાયદા: આ ફિનાઈલથી તમામ પ્રકારની સરફેસને સાફ કરી શકાય છે. આ ફિનાઈલમાં ઉપયોગી ફટકડી જે પાણીને સાફ રાખે છે, મીઠું જે કીડી, મકોડા અને બેક્ટેરિયાને મારે છે તથા ઘરમાંથી નેગેટિવિટીને દૂર કરે છે. તથા કપૂર જે ઓક્સિજન પૂરું પાડે છે અને હવા પણ શુદ્ધ કરે છે અને કીડીઓને પણ દૂર કરવામાં મદદરૂપ છે.