Nidhi Dave, Vadodara: મોંઘા ગ્લાસ ક્લીનર લોકો ખરીદતા હોય છે.પરંતુ આ ગ્લાસ ક્લીનર ઘરે બનાવી શકાય છે અને એકદમ સરળ પદ્ધતિથી બનાવી શક્ય છે. તેની પાછળ ખર્ચ પણ થતો નથી.વડોદરાના શાનદાર ગ્રુપના દર્શનાબેન શાહ ગ્લાસ ક્લીનર બનાવે છે અને લોકોને શીખવે પણ છે.
અગાઉ પણ આપણે કેમિકલ ફ્રી પ્રોડક્ટ ઘરે કેવી રીતે બનાવી શકાય એ જોયું. જેમકે આપણે ઘર બેઠા કેવી રીતે ફિનાઈલ, દંતમંજન, બાયો એન્ઝાઇમ બનાવી શકીએ છીએ એ શીખ્યું. તો આજના આ વીડિયોમાં આપણે શીખીશું કે ઘર બેઠા કેવી રીતે ગ્લાસ ક્લીનર બનાવી શકાય. વડોદરા શહેરના શાનદાર ગ્રુપના દર્શનાબેન શાહ કે જેઓ કેમિકલ ફ્રી પ્રોડક્ટ વાપરે છે અને બનાવતા પણ શીખવાડે છે.
ગ્લાસ ક્લીનર બનાવવાની સરળ પદ્ધતિ
સામગ્રી: પાણી (70%) અને વિનેગર (30%). સુગંધ ઉમેરવી હોય તો લીંબુ અથવા ગુલાબની પાંદડીઓ લઈ શકાય.
રીત: ગ્લાસ ક્લીનર બનાવવું ખૂબ જ સરળ છે. જેમ કે સૌપ્રથમ આપણે કેટલા પ્રમાણમાં ગ્લાસ ક્લીનર બનાવવું છે એ નક્કી કરવું. ગ્લાસ ક્લીનર બનાવવામાં 70 % પાણી વપરાય છે અને 30 ટકા જેટલું વિનેગાર વપરાય છે. પાણી અને વિનેગારને એકરસ કરી દેવું. એટલે ગ્લાસ ક્લીનર તૈયાર. પરંતુ જો આપણે સુગંધવાળું ગ્લાસ ક્લીનર બનાવવું હોય તો એમાં લીંબુના ટુકડા અથવા ગુલાબની પાંદડીઓને ઉમેરી શકાય.
બસ, આ હતી ગ્લાસ ક્લીનર બનાવવાની સૌથી સરળ પદ્ધતિ. જે આપણે બહારથી કેમિકલ યુક્ત ગ્લાસ ક્લીનર વાપરીએ છીએ એના બદલે ઘર બેઠા કેમિકલ ફ્રી પ્રોડક્ટ બનાવી શકીએ છીએ. કેમિકલ ફ્રી પ્રોડક્ટ વિશેની વધુ માહિતી દર્શનાબેન પાસેથી મેળવી શકો છો: 9429111079