Home /News /madhya-gujarat /રંગોના તહેવાર હોળી -ઘૂળેટીમાં વડોદરા શહેરમાં કેવી રીતે થઈ ઉજવણી જુઓ, Video

રંગોના તહેવાર હોળી -ઘૂળેટીમાં વડોદરા શહેરમાં કેવી રીતે થઈ ઉજવણી જુઓ, Video

X
હોલિકા

હોલિકા દહનના અવસર પર અમુક કાર્યો કરવાની મનાઈ હોય છે.

હોળીનો પાવન પર્વ છે. વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તાર ખાતે વડોદરા જિલ્લાની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવે છે. હોળીના દર્શન કરવા માટે આખા વડોદરામાંથી દર્શનાર્થીઓ અહીં આવતા હોય છે.

વડોદરા: હોળીનો (Holi) પાવન પર્વ છે. વડોદરા શહેરમાં (Vadodara City) માંજલપુર વિસ્તાર ખાતે વડોદરા જિલ્લાની સૌથી મોટી હોળી (Biggest Holi) પ્રગટાવવામાં આવે છે. હોળીના દર્શન કરવા માટે આખા વડોદરામાંથી દર્શનાર્થીઓ અહીં આવતા હોય છે. આ હોળીની તૈયારીઓ એક મહિના પહેલાથી શરૂ કરી દેવામાં આવતી હોય છે. આ હોળી લગભગ ત્રણથી ચાર માળ જેટલી ઊંચી હોય છે. જેની અગ્નિની ગરમી ઘણા મીટર સુધી લોકોને અનુભવાતી હોય છે. આ હોળીનું કોઈના દ્વારા આયોજન નથી કરાતું. પરંતુ સૌ શહેરીજનોના સહકારથી આ પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવે છે.

આ પણ વાંચો: નરેશ પટેલ અંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ચોંકવનારુ નિવેદન, જાણો શું કહ્યુ

બીજી તરફ ફૂલો દ્વારા ધુળેટી રમવામાં આવી. બાળકો એ ખૂબ જ ઉત્સાહભેર ધુળેટી રમી. પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કુલ ખાતે પરંપરાગત શૈલીથી ઇકોફ્રેન્ડલી હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોળી રસિયાના ગીતો સાથે એક હજાર કિલો ફૂલોની હોળી તથા હર્બલ કલર અને ગુલાલથી તિલક હોળીનો બાળકોએ તથા શિક્ષકો સાથે હોળીનો આનંદ માણવામાં આવ્યો હતો.
First published:

Tags: Dhuleti, Holi 2022, Holi celebration