વડોદરામાં લેપ્ટોસ્પાયરોસિસનો વધુ એક કેસ, આરોગ્ય તંત્ર હરકતમાં

વડોદરા જિલ્લાનાં શિનોર તાલુકાનાં સાધલી ગામની મહિલાને શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

News18 Gujarati
Updated: September 6, 2019, 11:09 AM IST
વડોદરામાં લેપ્ટોસ્પાયરોસિસનો વધુ એક કેસ, આરોગ્ય તંત્ર હરકતમાં
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: September 6, 2019, 11:09 AM IST
ફરિદખાન પઠાણ, વડોદરા : શહેરમાં વધુ એક લેપ્ટોસ્પાયરોસિસનો કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. વડોદરા જિલ્લાનાં શિનોર તાલુકાનાં સાધલી ગામની મહિલાને શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તેમનો તપાસ કરતા રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

ગઇકાલે સયાજી હોસ્પિટલમાં વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામનાં 50 વર્ષનાં કપિલાબેન શંકરભાઇ પાટણવાડિયાને શંકાસ્પદ લેપ્ટોસ્પાયરોસિસના લક્ષ્ણો સાથે સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે આવી લાવવામાં આવ્યાં હતાં. મહિલા દર્દીના લક્ષ્ણોમાં વધુ તાવ આવવો અચાનક માથાનો દુઃખાવો, ઉબકા અને ઊલટી થવી સ્નાયુઓનો દુઃખાવો આંખમાં બળતરા સહિતની ફરિયાદ કરી હતી. લેપ્ટોસ્પાયરોસીસના લક્ષ્ણો સાથે સામ્યતા ધરાવતા આ લક્ષ્ણો જણાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું.

આ પણ વાંચો : સ્ટેચ્યૂ ઓફ યુનિટિ : રૂ. 500થી ઓછા ભાવમાં મળશે બજેટ રૂમ, જાણો સુવિધાઓ

તપાસમાં મહિલાને સારવાર માટે દાખલ કરી તેના લોહીના નમુના પરીક્ષણ કરવામં આવ્યુ હતુ. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ લોહીના નમુનાની વધુ તપાસ અર્થે સુરતની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ સાથે મહિલાની કીડની અને લીવરના ફંકશન બરાબર કામ કરે છે કે નહી કેટલા ટકા તેને નુકસાન પહોચ્યુ છે. કીડનીને વધુ નુકસાન પહોંચ્યુ હોય તો તેના ડાયાલીસીસ કરાવવા સહિતની સારવાર હાથ ધરવામાં આવી છે.
First published: September 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...