વડોદરા : 'તારૂં નામ લખીને મરીશ'ની ધમકી આપી સ્કૂલવાન ચાલક સગીરા પર આચરતો દુષ્કર્મ

News18 Gujarati
Updated: September 3, 2019, 8:31 AM IST
વડોદરા : 'તારૂં નામ લખીને મરીશ'ની ધમકી આપી સ્કૂલવાન ચાલક સગીરા પર આચરતો દુષ્કર્મ
મીર સુહૈલ દ્વારા બનાવવામાં આવેલો ક્રિએટિવ ફોટો

સ્કુલ વર્ધીવાનના મુસ્લીમ ચાલક મોઈન ચૌહાણ તરસાલીની એક તરુણીને ધમકીઓથી તાબે કરીને લાલબાગમાં કિસ કરતો લાઈવ વિડિયો ઉતારીને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : વડોદરામાં તરસાલીની સગીર વિદ્યાર્થિનીને આપઘાત કરીને તારૂં નામ લખવાની ધમકી આપીને સ્કૂલવાન ચાલક દુષ્કર્મ કરતો હોવાનું સામે આવ્યું છે. મકરપુરા રોડ ઓ.એન.જી.સી. સંકુલમાં આવેલી સ્કુલ વર્ધીવાનના મુસ્લીમ ચાલક મોઈન ચૌહાણ તરસાલીની એક તરુણીને ધમકીઓથી તાબે કરીને લાલબાગમાં કિસ કરતો લાઈવ વિડિયો ઉતારીને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. મકરપુરા પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટીનો ગુનો નોંધીને ચાલકની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : વડોદરાના માંજલપુરમાં વીજપોલ સાથે ઓઢણી વડે બાંધેલી યુવતીની લાશ મળી

તરુણીની માતાએ નોંધાવેલી ફરીયાદના પ્રમાણે તેમની સગીર પુત્રી ધો.12 સુધી ભણેલી છે. હાલમાં તે સિવણ ક્લાસમાં જાય છે. મોઈન ચૌહાણ સગીરાને બળજબરીથી બાઈક ઉપર બેસાડીને કમાટીબાગ લઈ ગયો હતો. કિશોરીના કુટુંબના સભ્યોએ બંન્ને જણાંને કમાટીબાગના છેલ્લા ગેટ પાસેથી ઝડપી પાડયા હતા. કિશોરીને ઘરે લાવીને પૂછતાં તેણે રડતા રડતા આપવીતી જણાવી હતી. તેણે કહ્યું કે, હું સિવણ કલાસમાં જતી હતી ત્યારે મોઈન ચૌહાણ સ્કુલ વર્ધીવાળી મારુતિ વાન લઈને મારો પીછો કરીને હોર્ન વગાડયા કરતો હતો. તે મને ધમકી આપીને કહેતો કે, તુ મારી સાથે વાત નહિં કરે તો હું દવા પીને મરી જઈશ અને ચિઠ્ઠીમાં તારું નામ લખીશ, જેથી હું ઘણી જ ડરી ગઇ હતી.

આ પણ વાંચો : ચાલાક 'ઢબુડી માતા'એ પત્નીના નામે કરાવ્યો હતો ભાડા કરાર, 6 લોકો રહે છે ઘરમાં

ફરિયાદ પ્રમાણે થોડાક સમય પહેલા મોઈન કિશોરીને લાલબાગ લઈ ગયો હતો. જયાં કિસ કરતી વખતે મોબાઈલ ફોનથી શુટિંગ કરી લીધું હતું. જે બાદ તે આ વીડિયો બતાવીને બ્લેકમેઇલ કરતો હતો. એક દિવસ માંજલપુર તુલસીધામ પાસેની અવાવરુ જગ્યામાં લઈ જઈને કાળા કાચવાળી મારુતિ વાનમાં દુષ્કર્મ આચર્યું હતુ. તેણે આવું અનેકવાર કર્યું હતું. શહેરનાં ચોરાવાળુ ફળિયું, તરસાલી ગામમાં રહેતો મોઈન અજીત ચૌહાણ સામે મકરપુરા પોલીસે દુષ્કર્મ, પોકસો અને એટ્રોસિટી એકટ મુજબ એફ.આઈ.આર. નોંધીને તેની ધરપકડ કરી છે.
First published: September 3, 2019, 8:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading