Home /News /madhya-gujarat /

Vadodara: શિક્ષણ માટે સારા સ્થળ અને સ્કૂલની જરૂર નથી, 19 સ્થળો ઉપર ગરીબ બાળકોને મળે છે મફત શિક્ષણ

Vadodara: શિક્ષણ માટે સારા સ્થળ અને સ્કૂલની જરૂર નથી, 19 સ્થળો ઉપર ગરીબ બાળકોને મળે છે મફત શિક્ષણ

શહેરના

શહેરના ગરીબ બાળકોને મહાવીર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શિક્ષિત કરવામાં આવી રહ્યા છે

શિક્ષણ એક એવી વસ્તુ છે, જેની માટે સ્થળ, સમય, ઉંમર જેવી બાબતો મહત્વની નથી હોતી. શિક્ષણ તો કોઈ પણ સ્થળે, કોઈપણ સમયે અને કોઈપણ ઉંમરે મેળવી શ?

    વડોદરા: શિક્ષણ એક એવી વસ્તુ છે, જેની માટે સ્થળ, સમય, ઉંમર જેવી બાબતો મહત્વની નથી હોતી. શિક્ષણ તો કોઈ પણ સ્થળે, કોઈપણ સમયે અને કોઈપણ ઉંમરે મેળવી શકાય છે. એવી જ રીતે વડોદરા શહેરના ગરીબ બાળકોને મહાવીર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શિક્ષિત કરવામાં આવી રહ્યા છે. મહાવીર ફાઉન્ડેશન ટ્રસ્ટ અંતર્ગત આશાદીપ પ્રોજેક્ટ કાર્યરત છે, જેમાં ગરીબ બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે.

    આ પણ વાંચો: સુરત : દેશી દારૂના નશામાં યુવકે પાણીની જગ્યા પર એસિડ ગટગટાવી લેતા કરૂણ મોત

    વડોદરા શહેરના જુદા જુદા 19 સ્થળ પર 30 જેટલા બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે. કુલ શહેરના 550થી વધુ ગરીબ બાળકો ભણી રહ્યા છે. આ બાળકોને સવારનો નાસ્તો, ભણવાની સામગ્રીઓ તદુપરાંત યુનિફોર્મ પણ આપવામાં આવે છે. આ બાળકોને સોમથી શનિ દરરોજ બે થી ત્રણ કલાક ભણાવવામાં આવે છે. વર્ષ 2014થી આ પ્રકારે મહાવીર ફાઉન્ડેશન ટ્રસ્ટ ગરીબ બાળકોને ભણાવી રહ્યું છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર