Home /News /madhya-gujarat /VADODARA: પહેલા 'પરીક્ષા' આપો પછી ભણતર, આવી રીતે ભણશે ગુજરાત!

VADODARA: પહેલા 'પરીક્ષા' આપો પછી ભણતર, આવી રીતે ભણશે ગુજરાત!

X
શાળામાં

શાળામાં બાળકોને મૂકવા આવતા વાલીઓમાં ભારે રોશ...

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વાઘોડિયા રોડ સ્થિત કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળામાં હાલમાં સામાન્ય વરસાદમાં ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે. આ પરિસ્થિતિમાં શાળામાં આવતા બાળકો એમના છાતી સુધી પાણી આવે એવી પરિસ્થિતિમાં શાળામાં પ્રવેશ કરવો પડે છે. 

વધુ જુઓ ...
    નિધિ દવે, વડોદરા: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વાઘોડિયા રોડ સ્થિત કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળામાં (Kavi Premanand Primary School) હાલમાં સામાન્ય વરસાદમાં (Light rain) ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે. આ પરિસ્થિતિમાં શાળામાં આવતા બાળકો (Students) એમના છાતી સુધી પાણી આવે એવી પરિસ્થિતિમાં શાળામાં પ્રવેશ કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં જો કોઈ બાળકને કોઈ જાનવર કરડે કે અન્ય કોઈ પ્રકારે એ બાળકને ઇજા પહોંચે એ બાળકના જીવ સામે જોખમ ઊભું થાય એવી પરિસ્થિતિ છે.

    શાળાના મેદાનમાં આસપાસના વિસ્તારનું પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી

    શાળાનું મકાન તમામ અધ્યતન સુવિધાઓથી સુસજજ છે, પણ શાળાના મેદાનમાં આસપાસના વિસ્તારનું પાણી ભરાય છે જેના કારણે શાળામાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ બન્યુંછે. કોરોના કાળમાં બે વર્ષ સુધી શાળાઓ બંધ રહી છે અને હવે શાળામાં આવતા બાળકોને નિરાશ થઈને ફરી ઘરે પાછું જવું પડે છે. આવા સંજોગોમાં બાળકોના શિક્ષણનું ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે અને પાલિકા આ સમસ્યા તરફ સદંતર દુર્લક્ષ કરી રહી છે.

    સત્તા પક્ષ માત્ર પોતાના ગુણગાન કરી લોકોને ગેરમાર્ગે દોરી રહી છે : વાલી

    વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને સત્તાધારી પક્ષના નેતાઓ દ્વારા વિકાસના મત મોટા બણગાવામાં આવી રહ્યા છે, ભણે ગુજરાત જેવા અભ્યાનો ચલાવવામાં આવી રહ્યા છે, પ્રવેશ ઉત્સવ જેવા મસ્ત મોટા ઉત્સવ ઉજવવામાં આવી રહ્યા છે, છતાં પણ શિક્ષણની જે પરિસ્થિતિ છે એમાં કયા પ્રકારે ગુજરાતનું ભવિષ્ય શિક્ષણ મેળવી શકે એ મોટો પ્રશ્ન ઉભો થાય છે અને વિકાસના દાવાઓ વચ્ચે આ વિકાસ જે મૃતપ્રાય સ્થિતિમાં આવી ગયો છે અને હવે માત્ર વિકાસની અંતેષ્ઠી કરવાની બાકી રહી છે.

    શાળામાં બાળકોને મૂકવા આવતા વાલીઓમાં ભારે રોશ

    આવી પરિસ્થિતિમાં ગુજરાતના જનતાએ જવું તો જવું ક્યાં એવી પરિસ્થિતિ છે. શાળામાં બાળકોને મૂકવા આવતા વાલીઓમાં ભારે રોશ છે. અને બાળકોનું ભવિષ્ય કઈ રીતે યોગ્ય દિશામાં આગળ વધે એ મોટી સમસ્યા છે. વડોદરા મહાનગરપાલિકાએ આ બાબતે વિકાસના દાવાઓ છોડીને હકીકતમાં જે સમસ્યાઓ સામે ઊભી છે તે સમસ્યાઓનું તાંત્રિક રીતે શું સમાધાન લાવી શકાય તે બાબતે વિચારવું જોઈએ.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Rain in gujarat, Schools, Vadoadara News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन