Home /News /madhya-gujarat /વડોદરા: SSG હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં જ ખેલાયો લોહીયાળ જંગ, વીડિયો વાયરલ

વડોદરા: SSG હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં જ ખેલાયો લોહીયાળ જંગ, વીડિયો વાયરલ

વડોદરામાં આવેલી એસએસજી હોસ્પિટલ બહાર લોહીયાળ જંગ ખેલાયો હતો.

વડોદરામાં આવેલી એસએસજી હોસ્પિટલ બહાર લોહીયાળ જંગ ખેલાયો હતો. અહીં બે સંબંધીઓ વચ્ચે પ્રોપર્ટી મામલે ખૂની જંગ ખેલાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

વડોદરા: શહેરમાં હોસ્પિટલ બહાર મારામારીના દ્રશ્યો સર્જાયા હોવાનું સામે આવી રહ્યું છે. વડોદરામાં આવેલી એસએસજી હોસ્પિટલ બહાર લોહીયાળ જંગ ખેલાયો હતો. અહીં બે સંબંધીઓ વચ્ચે પ્રોપર્ટી મામલે ખૂની જંગ ખેલાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અહીં હોસ્પિટલ બહાર જ સંબંધીઓ બાખડ્યાં હતાં. ઉગ્ર બોલાચાલી બાદ તેમની વચ્ચે મારામારી થઇ હતી. હાથાપાઇ દરમિયાન એક વ્યક્તિને ઇજા પહોંચી હતી અને તેને લોહી નીકળવા લાગ્યું હતું.

SSG હોસ્પિટલની બહાર જ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. અહીં પ્રોપર્ટી મામલે બે ગ્રુપના લોકો સામસામે આવી ગયા હતા. તે દરમિયાન તેમની વચ્ચે હાથાપાઇ પણ થઇ હતી. જેના પગલે એક વ્યક્તિને ઇજા પણ પહોંચી છે. મારામારીની ઘટના સમયે ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડે તેમને દૂર કરવા પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર, પ્રોપર્ટીને લઇને પરિવારના કે સંબંધી જ લોકો વચ્ચે બબાલ થઇ હોવાનું કહેવાય છે. જોકે, સિક્યોરિટી ગાર્ડ અને ત્યાં હાજર લોકોએ તેમને દૂર કરી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેમાં મારામારી અને ઇજાગ્રસ્ત વ્યક્તિ પણ નજરે પડી રહ્યો છે.


આ પણ વાંચો: વલસાડ: ભારે વરસાદથી સ્મશાન ભૂમિનો સંપર્ક કપાયો, ડેમ પરથી અંતિમયાત્રા લઇ જવા મજબૂર

આ સમગ્ર મામલો આજે સાંજનો હોવાનું જાણવા મળી રહ્યું છે. અહીં હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં જ બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું અને વાત મારામારી સુધી પહોંચી હતી. પારિવારીક લડાઇ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ સુધી પહોંચી હતી અને જ્યાં લોકોની ઇમરજન્સીમાં સારવાર કરવામાં આવી રહી છે ત્યાં જ ખૂની ખેલ ખેલાયો હતો. વીડિયોમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિને માથાના ભાગે ઇજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો હતો, જ્યારે અન્ય એક વ્યક્તિના કપડાં ફાટેલા જોવા મળ્યા હતા. જોકે, હાલ આ મામલે પોલીસ ફરિયાદની વાત સામે આવી નથી.
First published:

Tags: Crime news, Gujarat News, Vadoadara News