નવાયાર્ડ એસબીઆઈ એટીએમ ચોરી મામલો, પોલીસે માત્ર 24 કલાકમાં ચોરીનો ભેદ ઉકેલ્યો

Parthesh Nair | Pradesh18
Updated: February 10, 2016, 7:22 PM IST
નવાયાર્ડ એસબીઆઈ એટીએમ ચોરી મામલો, પોલીસે માત્ર 24 કલાકમાં ચોરીનો ભેદ ઉકેલ્યો
વડોદરા# વડોદરા પોલીસે એસબીઆઈ એટીએમ ચોરીના ગુનાનો ભેદ માત્ર 24 કલાકમાં ઉકેલી દેતા પોલીસની કામગીરી પ્રશંસાને પાત્ર બની છે.

વડોદરા# વડોદરા પોલીસે એસબીઆઈ એટીએમ ચોરીના ગુનાનો ભેદ માત્ર 24 કલાકમાં ઉકેલી દેતા પોલીસની કામગીરી પ્રશંસાને પાત્ર બની છે.

  • Pradesh18
  • Last Updated: February 10, 2016, 7:22 PM IST
  • Share this:
વડોદરા# વડોદરા પોલીસે એસબીઆઈ એટીએમ ચોરીના ગુનાનો ભેદ માત્ર 24 કલાકમાં ઉકેલી દેતા પોલીસની કામગીરી પ્રશંસાને પાત્ર બની છે. ગઈકાલે વડોદરાના નવાયાર્ડ ધરમસિંહ રોડ પર આવેલા રાધિકા રેસીડન્સીમાં આવેલ એસબીઆઈના એટીએમને ગેસ કટરથી કાપી તસ્કરો 19 લાખથી વધુની રોકડ લઈને ફરાર થઈ ગયા હતા.

જેના કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ઠેર ઠેર નાકાબંધી કરી તપાસ આરંભી હતી. તસ્કરો ચોરીની રકમનો ભાગ પાડવા આવવા હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે આરોપી નવજોતસિંહ રાઠોડ અને સુમીત ગોહિલની 19 લાખની રોકડ રકમ સાથે ધરપકડ કરી હતી. તેમજ પોલીસે આરોપીઓ પાસેથી એટીએમ મશીનને કાપવા માટેના સાધનો જેવા કે, એલપીજી ગેસની નાની બોટલ, ઓકસિજનની બોટલ, લોખંડની પાઈપ, છકડો રીક્ષા કબજે કર્યો છે. અગાઉ આરોપીઓએ એટીએમ ચોરી કરવાના ગુનાને અંજામ આપી ચૂકયા હતા.
First published: February 10, 2016, 7:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading