કીર્તિ મંદિરની ટોચ ઉપર અખંડ ભારતનો નકશો લાગેલો છે...
ગાંધીજીએ શોક સંદેશ લખ્યો હતો કે, "ભારતને મોટી ખોટ પડી." ગાંધીજી, બાબા સાહેબ આંબેડકર, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ એવું બોલ્યા હતા કે, જો ભારત વહેલા આઝાદ થયું હોત તો 'સયાજીરાવ રાષ્ટ્રપતિ બન્યા હોત'.
Nidhi Dave, Vadodara: વડોદરા પહેલા શહેરની પરંતુ એક રાજ્ય હતું. વડોદરાનો ઇતિહાસ ખૂબ જ અદભુત છે. વડોદરા શહેરના આર્ટ કન્ઝર્વેટર ચંદ્રશેખર પાટીલે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના મહારાજા સર સયાજીરાવના સમયે જે લોકો વિદેશ જતા, તેઓ બ્રિટનમાં સ્થિત ઇન્ડિયા હાઉસની જરૂરથી મુલાકાત લેતા. ત્યારે ભારત દેશના લોકો આઝાદીની ચળવળ વિશે ત્યાંના વિદેશી લોકોને જણાવતા હતા.
વિદેશ જવા માટે વિધાર્થીઓને ખાસ સ્કોલરશીપ આપવામાં આવતી. તે સમયે વિધાર્થીઓ દ્વારા સ્કોલરશીપમાંથી બચાવેલા પૈસાના માધ્યમથી જસ્ટિસ ટાવર 1894માં બનાવવમાં આવ્યો. આ જસ્ટિસ ટાવર હાલમાં સયાજીગંજ, મદદનીશ પોલીસ કચેરી પાસે સ્થિત છે. આ ટાવરની સામે દાદાભાઈ નવરોજીની પ્રતિમા સ્થાપિત છે. આ પ્રતિમા શ્રી પીરોજશા પેસ્તનજી કોન્ટ્રાક્ટર તરફથી છે.
વર્ષ 1871 થી 1875ના સમયગાળામાં દાદાભાઈ નવરોજી વડોદરાના દીવાન હતા. વર્ષ 1875ના બળવામાં ભારતના લોકો બ્રિટિશની સામે હારી ગયા અને ગુલામ બનવાનો વખત આવ્યો. આ સમયે વર્ષ 1875માં સયાજીરાવ જોડાયા અને વર્ષ 1881માં સત્તાવાર રીતે મહારાજાનું પદ ધારણ કર્યું. ત્યારે તેઓ ફક્ત 18 વર્ષના જ હતા.
હું અખંડ ભારતનો નાગરિક બનીને રહેવાનું પસંદ કરીશ
વર્ષ 1888માં મુંબઈ શહેરમાં રાજાઓનો દરબાર ભરાયો હતો. તે દરમિયાન દાદા નવરોજી દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ દરબારમાં સર સયાજીરાવ પણ હાજર હતા અને તેમની જોડે પ્રિન્સ આગાખાન, જેઓ ખોજ કંપનીના વડા પણ ઉપસ્થિત હતા.
પ્રિન્સ આગાખાને સયાજીરાવને પૂછ્યું હતું કે, તમારો શું વિચાર છે? તે સમયે સર સયાજીરાવે જવાબ આપતા જણાવ્યું હતું કે, "નાનકડા દેશનો રાજા બનવા કરતા અખંડ ભારતનો નાગરિક બનીને રહેવાનું પસંદ કરીશ".
વર્ષ 1890માં લોકમાન્ય તિલકે શુ કહ્યું હતું ?
વર્ષ 1890માં લોકમાન્ય તિલક અને ન્યાયમૂર્તિ રાંદે એ સયાજીરાવને એવું કહ્યું હતું કે, રાજા તમે એક કલાભવન શરૂ કરો. એમાં તકનિકી વસ્તુઓ શીખવાડવામાં આવશે. બંદૂક, બૉમ્બ કઈ રીતે બનાવવા. આ હથિયારો જયારે યુદ્ધ થશે ત્યારે સ્વાતંત્ર્ય સેનાનીઓને આપી શકાશે.
1890 દરમિયાન લોકમાન્ય ટિળકે સર સયાજીરાવને કહ્યું હતું કે, વડોદરાનો એવો વિકાસ કરો કે ભવિષ્યમાં કેવું હોવું જોઈએ, એની પ્રયોગશાળા બનાવો. જેથી કરીને ભવિષ્યમાં ભારતનું નવનિર્માણ કારી શકાય. એ સમયે વડોદરા એક રાજ્ય હતું.
દાદાભાઈ નવરોજી બ્રિટનમાં 2 વખત ચૂંટણી લડ્યા હતા
વર્ષ 1893-96 દરમિયાન દાદાભાઈ નવરોજી બ્રિટનમાં 2 વખત ચૂંટણી લડ્યા હતા અને તેમાં સર સયાજીરાવે તેમને ખુલ્લેઆમ બધાની સામે સાથ આપ્યો હતો.
મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે 64 વર્ષ રાજ કર્યું.
વર્ષ 1926માં કીર્તિ મંદિર બનાવવાનું શરૂ થયું હતું. કીર્તિ મંદિરની ટોચ ઉપર અખંડ ભારતનો નકશો લગાડવામાં આવ્યો. તે સમયે બ્રિટિશોએ વિરોધ પ્રદર્શિત કરેલો. પરંતુ સર સયાજીરાવ અડીખમ રહ્યા અને અખંડ ભારતનો વિચાર પણ સર સયાજીરાવનો જ હતો. 1936માં સર સયાજીરાવના 60 વર્ષ પુરા થયાના માનમાં ડાયમંડ જયુબેલીની ઉજવણી પણ કરવામાં આવી હતી. મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે 64 વર્ષ રાજ કર્યું. અખંડ ભારતના નકશામાં ભારત, શ્રીલંકા, બર્મા, અફઘાનિસ્તાન, ઈરાક, તિબ્બત, નેપાળ, ભૂતાન અને બાલીનો સમાવેશ હતો. યુદ્ધ પછી 29 દેશોના ભાગલા પડી ગયા.
હિટલર સાથે કરાર કર્યાં હતાં
વર્ષ 1936માં સર સયાજીરાવ બર્લિનમાં ઓલમ્પિક જોવા ગયા હતા, ત્યાં તેમણે હિટલર જોડે કરાર કર્યો. કરાર એ હતો કે, જયારે પણ બ્રિટન જોડે યુદ્ધ થાય, ત્યારે જર્મની સર સયાજીરાવનો સાથ આપશે. ત્યારે સર સયાજીરાવ 536 રજવાડાઓના વડા હતા. તેથી આ સંદર્ભમાં કરાર કરાયો હતો.
ગાંધીજીએ શું કહ્યું હતું ?
6 ફેબ્રુઆરી, 1939ના રોજ સર સયાજીરાવ મુંબઈ ખાતે સ્વર્ગવાસ થયા. તે દર્મિયા ગાંધીજી એ પણ શોક સંદેશ લખ્યો હતો કે, "ભારતને મોટી ખોટ પડી." ગાંધીજી, બાબા સાહેબ આંબેડકર, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ એવું બોલ્યા હતા કે, જો ભારત વહેલા આઝાદ થયું હોત તો 'સયાજીરાવ રાષ્ટ્રપતિ બન્યા હોત'.