Vadodara crime news: ભાણી જ્યારે જ્યારે મામાનું લાવેલું ભોજન જમતી હતી ત્યારે ત્યારે ત્યારે તેણી બેભાન બની જતી હતી. જે બાદમાં મામો ભાણી પર દુષ્કર્મ આચરતો હતો.
વડોદરા: વડોદરાના સાવલી (Savli Taluka)ના ભાદરવા પોલીસ (Bhadarva Police Station) મથકે એક કેસ નોંધાયો છે. જે પ્રમાણે એક નરાધમે પોતાની ભાણીને હવસનો શિકાર બનાવી હતી. પોતાના પતિ સાથે અણબનાવ બાદ પીડિત ભાણી તેના મામાને ઘરે રહેવા માટે આવી હતી. આ દરમિયાન હવસખોર મામાએ ભાણીના જમવામાં કોઈ નશીલો પદાર્થ ભેળવી દીધો હતો. જે બાદમાં ભાણી અર્ધબેભાન બની જતાં તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આવું આશરે 10 દિવસ સુધી ચાલ્યું હતું. આ મામલે પીડિત યુવતીએ તેના એક મિત્રની મદદથી પોલીસની સંપર્ક કર્યો હતો. આ મામલે ભાદરવા પોલીસે નરાધમ મામાની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
મામો ભાણીને જમવાની સાથે ઘેનયુક્ત પદાર્શ આપતો
મળતી માહિતી પ્રમાણે પીડિત મહિલાના લગ્ન 18 વર્ષ પહેલા ગોધરા ખાતે થયા છે. 36 વર્ષીય પીડિત મહિલા તેના પતિ સાથે અણબનાવ બાદ પોતાના કૌટુંબિક મામાના ઘરે રહેવા માટે આવી હતી. આ દરમિયાન પીડિતા પર કૌટુંબિક મામાએ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ કેસની વિગત એવી છે કે નરાધમ મામો તેની ભાણી માટે જમવાનું લાવતો હતો, જેમાં તે કોઈ ઘેનયુક્ત પદાર્થ ભેળવી દેતો હતો. ભાણી જ્યારે જ્યારે મામાનું લાવેલું ભોજન જમતી હતી ત્યારે ત્યારે ત્યારે તેણી બેભાન બની જતી હતી. જે બાદમાં મામો ભાણી પર દુષ્કર્મ આચરતો હતો. ફરિયાદ પ્રમાણે પીડિત ભાણી 10 દિવસ સુધી મામાને ઘરે રોકાઈ હતી. આ દરમિયાન મામો જમવામાં કોઈ નશીલો પદાર્થ ભેળવીને ભાણીને પોતાની હવસનો શિકાર બનાવતો રહ્યો હતો.
મામા જમવામાં નશીલો પદાર્શ આપીને દુષ્કર્મ આચરતા ફરિયાદી મહિલા કંટાળી હતી અને તેના પતિના એક મિત્રના ઘરે જતી રહી હતી. મહિલા અહીં એક મહિનો સુધી રહી હતી. આ દરમિયાન તેણીએ તેના પતિના મિત્ર અને અન્ય એક મહિલાને દુષ્કર્મની વાત કરી હતી. તમામ લોકોએ હિંમત આપતા આ મામલે આખરે મહિલાએ ફરિયાદ દાખલ કરવાનું નક્કી કર્યું હતું. જે બાદમાં મહિલાએ ભાદરવા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદ દાખલ કરતાની સાથે પીડિત મહિલાએ જ તેના પતિ, પતિના મિત્ર સાથે જઈને મામાને પકડી પાડ્યો હતો અને પોલીસને સોંપી દીધો હતો. ફરિયાદી જ્યારે તેના પતિ અને મિત્રો સાથે નરાધમ મામાના ઘરે પહોંચી હતી ત્યારે તે તક જોઈને ત્યાંથી ભાગ્યો હતો. જોકે, ભાગવા જતાં તે નીચે પટકાયો હતો. આ દરમિયાન તમામ લોકોએ તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો. ભાદરવા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર