Home /News /madhya-gujarat /

વડોદરા સાડી લાઈબ્રેરી: લગ્નમાં પહેરી શકશો 10 હજારથી લઇ એક લાખની મોંઘી સાડી, એ પણ મફત

વડોદરા સાડી લાઈબ્રેરી: લગ્નમાં પહેરી શકશો 10 હજારથી લઇ એક લાખની મોંઘી સાડી, એ પણ મફત

સાડી

સાડી લાઈબ્રેરીમાં 10 હજારથી માંડીને 1 લાખ સુધીના આઉટફિટ ઉપલબ્ધ છે

Vadodra News: કોઈપણ વર્ગની મહિલાઓ ડિઝાઈનર સાડીઓ પહેરવાની ખૂબ શોખીન હોય છે. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કા૨ણે મહિલાઓને સ્થિતિ 

    સાડી લાઈબ્રેરી: મધ્યમવર્ગીય મહિલાઓને ડિઝાઈનર સાડીઓ પહેરાવવાની અનોખી પહેલ...
    કોઈપણ વર્ગની મહિલાઓ ડિઝાઈનર સાડીઓ પહેરવાની ખૂબ શોખીન હોય છે. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કા૨ણે મહિલાઓને સ્થિતિ અનુરુપ પોતાની મહેચ્છાઓ મારી નાંખીને સમાધાનનું ઘરેણું પહેરવું પડતું હોય છે. ત્યારે આવી મહિલાઓને ધ્યાનમાં રાખીને શહેરના અષ્ટ સહેલી ગ્રુપ દ્વારા અનોખી પહેલ કરાઈ છે. તેમને શહેરના ઓ.પી.રોડ ખાતે આવેલ મલ્હાર પોઈન્ટ પાસે મંગલમ્ કોમ્પલેક્ષ બી-2 ખાતે ‘સાડી લાઈબ્રેરી' શરુ કરી છે. સાડીની લાઈબ્રેરીની શરૂઆત નવેમ્બર મહિનાથી જ થયેલ છે.

    અમદાવાદનાં નવાવાડજ વિસ્તારમાં છે આવી લાઇબ્રેરી: જે વિશે અષ્ટ સહેલી ગ્રુપના સભ્ય એ કહ્યું હતું કે, શહેરની મધ્યમવર્ગીય અને ગરીબ મહિલાઓને મદદ કરવાની અમારી આ નાનકડી પહેલ છે. અમદાવાદના નવા વાડજમાં મહિલાઓ દ્વારા રાજ્યની પ્રથમ લાઈબ્રેરી શરુ કરાઈ છે. જેનાથી પ્રેરિત થઈ અમે શહેરમાં આ નવીન શરુઆત કરી છે. અમારે ત્યાં માત્ર લોન્ડ્રી ચાર્જે શહેરની કોઈપણ મહિલા સપ્તાહ સુધી સાડી, વેડિંગ સૂટ, પંજાબી સૂટ કે અન્ય ત્રણ આઉટફિટ્સ લઈ જઈ શકશે. જેથી તેમનો સમગ્ર પ્રસંગ સચવાઈ જાય. અમે ડિપોજીટ ચાર્જ પણ પાંચસો સુધીનો જ રાખ્યો છે. જેમાં સપ્તાહબાદ લોન્ડ્રી ખર્ચ કાપી તેમને અન્ય રકમ પરત કરાશે. હાલ અમે દરેક આઉટફિટને ચોક્કસ નંબર આપી રજિસ્ટ્રેટ કરી રહ્યાં છે. 3 થી 5 વાગ્યા દરમિયાન સાડી લેનારે પ્રુફ તરીકે આધારકાર્ડની કોપી જમા કરાવવાની રહેશે.

    આ પ્રસંગે શિક્ષણ વિદ્દ તેજલ અમીન, પૂર્વ બીસીસી ચેરમેન ટીનુ ચાવલા સહિત અન્ય નામાંકિત મહિલા હસ્તીઓ જોડાયેલ છે. તેમાં તેજલ અમીન જેઓ વડોદરાના એક નામાંકિત સામાજિક તથા વ્યવસાયિક કાર્યરત મહિલા છે. તેમના દ્વારા અહીં સાડીઓનું ડોનેશન કરવામાં આવેલ છે. તથા ઘણાં લોકોએ ગુપ્ત ડોનેટ કરેલ છે, જેઓ નામ નહીં આપવાની શરતે દાન કરેલ છે.

    સાડી લાઈબ્રેરીમાં 10 હજારથી માંડીને 1 લાખ સુધીની સાડીઓ, વેડિંગ સૂટ, પંજાબી પ્લાઝો સૂટ, ચણીયા ચોલી શહેર તેમજ એન.આર.આઈ દાતાઓ દ્વારા ડોનેટ કરાયા છે. જેમાં અત્યાર સુધી અમારી પાસે 200થી 250 જેટલી સાડીઓ, પંજાબી સૂટ, ગાઉન સહિત અન્ય આઉટફિટસ એકઠાં થયાં છે. જેમ - જેમ લોકોને આ પહેલ વિશે ખબર પડી રહી છે તેમ - તેમ દાતાઓ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યાં છે.

    વિદેશથી પણ મહિલાઓએ સાડી મોકલાવી. અમારી પહેલને બિરદાવી ન્યૂજર્સીની મહિલાઓના ગ્રુપે બે મોટી બેગ ભરીને સાડીઓ મોક્લાવી છે. શહેરના એક નામાંક્તિ પરિવારની મહિલા દાતાઓએ ઘરના લગ્ન પ્રસંગમાં એક - બે વાર જ પહેરેલાં 25 થી વધુની કિંમતના 35 જેટલા ડિઝાઈનર ડ્રેસ ડોનેટ કર્યાં છે, તથા આનાથી અમારે કમાવવાનો કોઈ ઉદ્દેશ્ય નથી, એવું હેમાબેન ચૌહાણ એ જણાવ્યું.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Local News, Saree Library, Unique concept, Vadodra News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन