Home /News /madhya-gujarat /Vadodara: મજા પડી ગઈ હો! લગ્ન પ્રસંગ માટે અહી ડિઝાઈનર સાડીઓ મળશે ભાડે

Vadodara: મજા પડી ગઈ હો! લગ્ન પ્રસંગ માટે અહી ડિઝાઈનર સાડીઓ મળશે ભાડે

X
સાડી

સાડી લાઈબ્રેરીમાં 10 હજારથી માંડીને 1 લાખ સુધીની સાડીઓ...

કોઈપણ વર્ગની મહિલાઓ ડિઝાઈનર સાડીઓ પહેરવાની ખૂબ શોખીન હોય છે. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કા૨ણે મહિલાઓને સ્થિતિ અનુરુપ પોતાની મહેચ્છાઓ મારી નાંખીને સમાધાનનું ઘરેણું પહેરવું પડતું હોય છે.

    Nidhi Dave, Vadodara: કોઈપણ વર્ગની મહિલાઓ ડિઝાઈનર સાડીઓ પહેરવાની ખૂબ શોખીન હોય છે. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કા૨ણે મહિલાઓને સ્થિતિ અનુરુપ પોતાની મહેચ્છાઓ મારી નાંખીને સમાધાનનું ઘરેણું પહેરવું પડતું હોય છે. ત્યારે આવી મહિલાઓને ધ્યાનમાં રાખીને શહેરના અષ્ટ સહેલી ગ્રુપ દ્વારા અનોખી પહેલ કરાઈ છે. તેમને શહેરના ઓ.પી. રોડ ખાતે આવેલ મલ્હાર પોઈન્ટ પાસે મંગલમ્ કોમ્પલેક્ષ બી-2 ખાતે ‘સાડી લાઈબ્રેરી' શરુ કરી છે. સાડીની લાઈબ્રેરીની શરૂઆત વર્ષ 2021માં નવેમ્બર મહિનામાં કરવામાં આવી હતી.

    જે વિશે અષ્ટ સહેલી ગ્રુપના સભ્ય નિલાબેન શાહે જણાવ્યું કે, શહેરની મધ્યમ વર્ગીય અને ગરીબ મહિલાઓને મદદ કરવાની અમારી આ નાનકડી પહેલ છે. અમદાવાદના નવા વાડજમાં મહિલાઓ દ્વારા રાજ્યની પ્રથમ લાઈબ્રેરી શરુ કરાઈ છે. જેનાથી પ્રેરિત થઈ અમે શહેરમાં આ નવીન શરુઆત કરી છે.



    અમારે ત્યાં માત્ર લોન્ડ્રી ચાર્જે શહેરની કોઈપણ મહિલા ચારથી પાંચ દિવસ સુધી સાડી, વેડિંગ સૂટ, પંજાબી સૂટ કે અન્ય ત્રણ આઉટફિટ્સ લઈ જઈ શકશે. જેથી તેમનો સમગ્ર પ્રસંગ સચવાઈ જાય. અમે ડિપોઝીટ ચાર્જ પણ પાંચસો સુધીનો જ રાખ્યો છે. જેમાં સપ્તાહબાદ લોન્ડ્રી ખર્ચ કાપી તેમને અન્ય રકમ પરત કરાશે. સવારના 11 થી 1 અને બપોરના 3 થી 5 વાગ્યા દરમિયાન સાડી લેનારે પ્રુફ તરીકે આધારકાર્ડની કોપી જમા કરાવવાની રહેશે.



    નામાંકિત મહિલા તથા સામાજિક તથા વ્યવસાયિક કાર્યરત મહિલાઓ દ્વારા અહીં સાડીઓનું ડોનેશન કરવામાં આવતું હોય છે. તથા ઘણાં લોકોએ ગુપ્તદાન પણ કરતા હોય છે. સાડી લાઈબ્રેરીમાં 10 હજારથી માંડીને 1 લાખ સુધીની સાડીઓ, વેડિંગ સૂટ, પંજાબી પ્લાઝો સૂટ, ચણીયા ચોલી શહેર તેમજ એન.આર.આઈ દાતાઓ દ્વારા ડોનેટ કરાયા છે.



    જેમાં અત્યાર સુધી 500થી વધુ સાડીઓ, પંજાબી સૂટ, ગાઉન સહિત અન્ય આઉટફિટસ એકઠાં થયાં છે. જેમ - જેમ લોકોને આ પહેલ વિશે ખબર પડી રહી છે તેમ - તેમ દાતાઓ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યાં છે.



    સુરત, અમદાવાદ, મુંબઈ, દિલ્હી, કલકતા, ગુડગાવ, યુ.કે., યુ.એસ.એ., કેનેડા, વગેરે જગ્યાઓ પરથી દાન થયું છે. આ અષ્ટ સહેલી ગ્રૂપના સંસ્થાપક હેમાબેન ચૌહાણ દ્વારા આની શરૂઆત કરવામાં આવી છે. અને એમની સાથે શહેરની બીજી મહિલાઓ રીટાબેન વિઠલાણી, નિલાબેન શાહ, નિલીમાબેન શાહ, ટ્વિંકલ પટેલ, ગોપી પટેલ, સાધના શાહ, હિના રાવલ, પારુલ પરીખ સહયોગમાં છે.



    અષ્ટ સહેલી ગ્રુપ આગામી દિવસોમાં જે મહિલાઓને સીવણ કામ, ભરત કામ, બ્યુટી પાલર, શીખવું હોય તો ફ્રીમાં શીખવાડવાનું આયોજન કરી રહ્યા છે. તથા જે લોકો જરૂરિયાતમંદ છે અને આવડત છે, એવા લોકોને આત્મનિર્ભર કરવા માટે શિવવના સંચા પણ આપવના છે. તથા આખા વર્ષ દરમિયાન બીજી ઘણી સામાજિક સેવાના કર્યો કરી રહ્યા છે.

    અષ્ટ સહેલી ગ્રૂપ સાથેનો સંપર્ક નંબર: 9409688288
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Local 18, Marriage, Saree Library, Vadodara

    विज्ञापन
    विज्ञापन