વડોદરા: અટલ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમિતિ અધ્યક્ષની ઉપસ્થિતિમાં ઇલેક્શન વોર્ડ નંબર 7 ખાતે લોકોને જાગૃત કરવાના આશય સાથે સ્વચ્છતા રેલી યોજવામાં આવી હતી.
25 ડિસેમ્બરથી મહાનગરપાલિકા દ્વારા અટલ સ્વચ્છતા અભિયાનને અગ્રતા આપવામાં આવી છે અને તે જ દિવસથી વિવિધ વિસ્તારોમાં લોકોને જાગૃત કરવા માટે અને સ્વચ્છતા જાળવવા આપીલ થાય તેવા આશય સાથે વોર્ડ વાર સફાઈ અભિયાન રેલી યોજવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે આજે ઇલેક્શન વોર્ડ નંબર 7માં સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ સાથે કાઉન્સિલર મનોજ પટેલ, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ અને સ્કૂલના બાળકોને સાથે રાખી પ્લે કાર્ડ સાથે સ્વચ્છતા રેલી યોજાઇ હતી. જે રેલી નાગરવાડા ચાર રસ્તાથી શરૂ થઈ અને ત્યાંથી પરત ફરી બહુચરાજી ચાર રસ્તા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર