મહેસાણામાં રાજવી સમરજીતસિંહ ગાયકવાડનું યુવા રાજપૂત સમાજ દ્વારા સ્વાગત

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 25, 2017, 6:52 PM IST
મહેસાણામાં રાજવી સમરજીતસિંહ ગાયકવાડનું યુવા રાજપૂત સમાજ દ્વારા સ્વાગત
મહેસાણાઃવડોદરાના રાજવી શ્રીમંત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડનું બુધવારે મહેસાણામાં સ્વાગત કરાયું હતું. પાટણના સુણસર ગામે કાર્યક્રમમાં હાજરી આપી તેઓ પરત ફરતા મહેસાણા કોર્ટની મુલાકાત પણ લીધી હતી. મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજના અગ્રણી નટવરસિંહ પરમાર, વિજયસિંહ ચાવડા, દિલીપસિંહ જાડેજા,લક્ષ્મણસિંહ એન. રાજપૂતએ મહારાજા સમરજીતસિંહને આવકારી તેમનું સ્વાગત કર્યું હતું.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 25, 2017, 6:52 PM IST
મહેસાણાઃવડોદરાના રાજવી શ્રીમંત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડનું બુધવારે મહેસાણામાં સ્વાગત કરાયું હતું. પાટણના સુણસર ગામે કાર્યક્રમમાં હાજરી આપી તેઓ પરત ફરતા મહેસાણા કોર્ટની મુલાકાત પણ લીધી હતી. મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજના અગ્રણી નટવરસિંહ પરમાર, વિજયસિંહ ચાવડા, દિલીપસિંહ જાડેજા,લક્ષ્મણસિંહ એન. રાજપૂતએ મહારાજા સમરજીતસિંહને આવકારી તેમનું સ્વાગત કર્યું હતું.

sunsar sayaji

પાટણ જીલ્લાના સુણસર ગામે સમસ્ત ગામ સાથે મળી પોતાના ગામમાં શિક્ષણને વેગ મળે અને આવનારી પેઢી શીક્ષિત બને તેવા આશ્રયથી લોક ભાગીદારીથી ગામમાં પ્રાથમિક શાળા બાદ માધ્યમિક અને હવે ઉચ્ચતર માધ્યમિક શાળાનું નિર્માણ કર્યું છે. જેનું બુધવારે બરોડા સ્ટેટના ગાયકવાડ સરકારના ૧૮માં મહારાજા સમરતજીતસિંહ ગાયકવાડની ઉપસ્થિતિમાં રાજવી ઠાઠમાં હર્ષ ઉલ્લાસ સાથે લોકાપર્ણ કાર્યકર્મનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે ગામમાં પધારેલ રાજવી સમરતજીત સિંહના સ્વાગતમાં ૫૧ ઘોડા દ્વારા સામૈયું કરવામાં આવ્યું હતું.

તો ગામમાં ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી. જેમાં ક્ષત્રીય સમાજ ના ૫૦ હજાર થી વધુ લોકો જોડાયા હતા અને ખુબજ રંગે ચંગે આ શોભાયાત્રા બાદ કાર્યકમમાં ઉપસ્થિત રહેલ રાજવી સહીત કેબીનેટ મંત્રી દિલીપ ઠાકોર સહિત અનેક રાજકીય હોદેદારો તેમજ દાતાશ્રીઓ સહીત ક્ષત્રીય સમાજ ના અગ્રણીઓ ની ઉપસ્થિતમાં રાજવી સમરતજીત સિંહ ગાયકવાડના હસ્તે રમેશચંદ્ર સોની ઉચ્ચતર માધ્યમિક વિધાલયનું લોકાપર્ણ કરી ગામ ના બાળકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી તો લોકાપર્ણ બાદ સમગ્ર ગામ ને પોતાના બાળકો ને ફરજીયાત શિક્ષણ આપવા માટે સંકલ્પ વિધિ પણ કરાવામાં આવી હતી.
First published: January 25, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर