Home /News /madhya-gujarat /

'તારી છોકરી કઇ સ્કૂલમાં જાય છે તે મને ખબર છે, ઉઠાવી લઇશ,' વેપારી પાસે 11 કરોડની ખંડણી માંગનાર કુખ્યાત રવિ દેવજાની ઝડપાયો

'તારી છોકરી કઇ સ્કૂલમાં જાય છે તે મને ખબર છે, ઉઠાવી લઇશ,' વેપારી પાસે 11 કરોડની ખંડણી માંગનાર કુખ્યાત રવિ દેવજાની ઝડપાયો

પોલીસે આરોપીની ધરપકડ કરી.

Vadodara Ransom Call: ધમકીભર્યો ફોન કરનાર આરોપી આટલેથી અટક્યો ન હતો. સાડીના વેપારીને વીડિયો કોલ કરીને સિલ્વર અને બ્લેક કલરની બે બંદૂક બતાવી ફરી ધમકી આપી હતી.

  અંકિત ઘોનસીકર, વડોદરા: વડોદરાના વિવિધ વિસ્તારમાં ઠાકુર સાડી (Thakur Saree) નામથી અનેક શો-રૂમ ધરાવતા સાધનાની પરિવાર (Sadhnani Family)ને વોટ્સએપ કોલ કરી ફરાર શાર્પશૂટર એન્થોનીના નામનો ઉપયોગ કરી 11 કરોડ રૂપિયાની ખંડણી માંગનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે (Vadodara crime branch) ધરપકડ કરી છે. ખંડણી નહીં આપે તો વેપારી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મળતી માહિતી પ્રમાણે સાડીના શો રૂમ ધરાવતા મનોજભાઇ ગોવિંદભાઇ સાધનાની (Manojbhai Govindbhai Sadhnani)ને ગત 11 જુલાઇના રોજ રાત્રે વોટ્સએપ ઓડિયો કોલ આવ્યો હતો. "તું મીક્કી છે ને? મને 11 કરોડ રૂપિયા જોઇએ અને તું 11 કરોડ નહીં આપે તો તારી છાતી ઉપર બંદૂકની ગોળીઓ મારી જાનથી મારી નાંખીશ અને તારા ફેમિલીમાંથી પણ  કોઇને જીવતો બચવા નહીં દઉ. હું અનિલ ઉર્ફે એન્થોની બોલું છું. તારે પોલીસ સ્ટેશનમાં જે લખાવવું હોય તે લખાવી દેજે, હું પોલીસથી ડરતો નથી," એવી ધમકી વેપારીને મળી હતી.

  ફોન કરનાર આરોપીએ કહ્યું કે, "હું નકલી નોટના કેસમાં વડોદરાની પૂજા હોટલમાંથી ભાગેલો છું. આ કેસમાં મારી પત્ની અને મારો છોકરો જેલમાં છે, તેમને છોડાવવા પચાસ લાખ ખર્ચો થશે. મારો કેસ પતાવવા પચાવ લાખ તથા મારુ દાજીનગરમાં ઘર બને છે, તે બનાવવા પચાસ લાખ થશે. આ બધું પૂરુ કરી મારે ભારત છોડી વિદેશ જવાનું હોવાથી તેનો ખર્ચો થશે. જેથી તું 11 કરોડ રૂપિયા પહોંચાડી દે."

  'મહાકાલ પાસે જવું પડશે'


  જવાબમાં ફરિયાદીએ કહ્યું કે, હું ગરીબ માણસ છું અને સાડીનો વેપાર કરું છું. આટલા બધા રૂપિયા મારી પાસે નથી. તો સામેથી ધમકી આપનારે કહ્યું કે, "તું ફોર્ચ્યુનર ગાડી લઇને ફરે છે. તારી કીડની અને લીવર ખરાબ થઇ જાય તો તું પૈસા ન ખર્ચે? તે પૈસા મને આપ." જેથી વેપારી મનોજભાઇએ કહ્યુ હતુ કે,"મારુ લીવર કીડની ફેઇલ થશે તો હું મરી જઇશ પણ ખર્ચો કરી શકું નહીં." જેના જવાબમાં ધમકી આપનારે કહ્યું કે, "મુકેશ હરજાણી મને 2013થી મારી નાખવાની ધમકી આપતો હતો. મેં જ ગોળી મારીને મારી નાખ્યો છે, તેની તેને ખબર છે? અને જો તારી પાસે મને આપવા પૈસા ન હોય તો તારે મહાકાલ પાસે જવું જ પડશે. હું મારી રીતે તને પતાવી દેવાની તૈયારી કરુ છું."

  વીડિયો કોલ કરી બંદૂક બતાવી


  ધમકીભર્યો ફોન કરનાર આરોપી આટલેથી અટક્યો ન હતો. સાડીના વેપારીને વીડિયો કોલ કરીને સિલ્વર અને બ્લેક કલરની બે બંદૂક બતાવી ફરી ધમકી આપી હતી. વીડિયો કોલમાં આરોપીએ કહ્યુ હતુ કે, "તારી છોકરી કઇ સ્કૂલમાં ભણવા જાય છે તે મને ખબર છે. તેને ઉઠાવી લઇશ. તારા પરિવારમાં બધાને પtરા કરી દઇશ.

  વીડિયો કોલ કરી ધમકી આપનારનો ચહેરો દેખાતા સાડીના વેપારી તેને ઓળખી ગયા હતા. કારમાં બેસી ધમકી આપનાર શખ્શ વારસિયામાં રહેતો રવિ બિમનદાસ દેવજાની હોવાનું સામે આવ્યું હતું. જોકે, આરોપી રવિએ ફરીથી સાડીના વેપારી મનોજભાઇને ઓડિયો કોલ કરી 11 કરોડની ખંડણી માંટે ધમકી આપી તહી.

  વેપારીએ કોલ રેકોર્ડ કરી લીધો


  12 જુલાઇના રોજ ફરીથી એ જ મોબાઇલ નંબર પરથી વોટ્સએપ કોલ કરી આરોપીએ ધમકી આપી હતી કે, "તારા પિતા અને ભાઇઓ ફોન નથી ઉપાડતા. તું એમને ફોન ઉપાડવા કહી દે. નહીં તો ગોળી મારી હત્યા કરી દઈશ." આ દરમિયાન આરોપીએ માંડવાલી કરવા રૂપિયા 5 કરોડની ખંડણી માંગણી કરી હતી. બીજી તરફ સાડીના વેપારી મનોજભાઇએ બીજા ફોનથી સમગ્ર વાત રેકોર્ડ કરી લીધી હતી. બાદમાં મનોજભાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં આરોપી રવિ દેવજાની સામે ખંડણી અને હત્યાની ધમકી મામલે ફરિયાદ નોંધાવી હતી.

  આરોપી સામે ખંડણીના 15થી વધુ કેસ


  આ કેસમાં પોલીસે આરોપી રવિ દેવજાનીને ગણતરીના દિવસોમાં જ વારસિયા વિસ્તારમાંથી ઝડપી પાડયો છે. આરોપીએ કુખ્યાત એન્થોનીના નામનો ઉપયોગ કરી સાડીના વેપારી પાસેથી ખંડણી માંગી હોવાની કબૂલાત કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી રવિ દેવજાની સામે અગાઉ ખંડણીના 15થી વધુ કેસ નોંધાયેલા છે. આરોપી રાજકોટ અને પોરબંદર ખાતે પાસા હેઠળ જેલમાં પણ જઈ આવ્યો છે.

  એન્થોની ફરાર


  ઉલ્લેખનીય છે કે પોલીસ જાપ્તામાં ફરાર થયેલો કુખ્યાત શાર્પ શૂટર અનિલ ઉર્ફે એન્થોની હજી ફરાર જ છે. વડોદરા પોલીસ તેને હજી સુધી પકડી શકી નથી. હવે એન્થોનીનો ડર બતાવી અસામાજિક તત્વો વેપારીઓને ટાર્ગેટ બનાવી ખંડણી માગી રહ્યા છે. જેને લઈને વેપારીઓમાં ભયભીત થયા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Vadodara, ગુનો, પોલીસ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन