Home /News /madhya-gujarat /

વડોદરામાં પ્રેમલગ્ન કરનાર પુત્રીનું પિતાએ અપહરણ કરતા ચકચાર

વડોદરામાં પ્રેમલગ્ન કરનાર પુત્રીનું પિતાએ અપહરણ કરતા ચકચાર

વડોદરાઃવડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાંથી પરણીત મહિલાનુ ઝાયલો કાર ચાલક છ વ્યકતિઓએ અપહરણ કરી લેતા પોલીસ દોડતી થઈ ગઈ છે.અપહરણકર્તાઓએ મહિલાના પતિ સાથે ઝપાઝપી કરી મહિલાને ઢસડીને કારમાં લઈને ફરાર થઈ જતા વડોદરામાં કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
વડોદરાઃવડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાંથી પરણીત મહિલાનુ ઝાયલો કાર ચાલક છ વ્યકતિઓએ અપહરણ કરી લેતા પોલીસ દોડતી થઈ ગઈ છે.અપહરણકર્તાઓએ મહિલાના પતિ સાથે ઝપાઝપી કરી મહિલાને ઢસડીને કારમાં લઈને ફરાર થઈ જતા વડોદરામાં કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે.

વડોદરાના ગોત્રી વિસ્તારના ચંદ્રમોલ્શ્વર નગર પાસે આવેલી સોસાયટીમાં દિલીપ ચૌહાણ તેની પત્ની કૈલાશ ચૌહાણ સાથે રહે છે.દિલીપે કૈલાશ સાથે વર્ષ 2015ના ડિસેમ્બર માસમાં પ્રેમલગ્ન કર્યા હતા.મહિલાના પરિવારજનો પ્રેમલગ્નથી નારાજ હતા.અવારનવાર મહિલાના પરિવારજનો અનેે તેના પતિ વચ્ચે પ્રેમલગ્નને લઈને ઝઘડો થતો હતો.ત્યરે આજે લક્ષ્મીપુરા રોડ પર આવેલા નારાયણ ગાર્ડન પાસે પરણીત મહિલા તેની સાસુના પાન પડીકીના ગલ્લે ગઈ હતી.

તે દરમિયાન ઝાયલો કારમાં આવેલા છ શખ્સોએ મહિલાના પતિ દિલીપ સાથે ઝપાઝપી કરીને મહિલાનુ અપહરણ કરી ફરાર થઈ ગયા હતા.અપહરણકર્તાઓમાં મહિલાના પિતા ભરતભાઈ રાવત હોવાનુ બહાર આવ્યુ છે.પરણીત મહિલાનુ ફિલ્મી સ્ટાઈલમાં અપહરણ થયા હોવાની ફરિયાદ પોલીસને મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.સમગ્ર ઘટનાને પોતાની આંખોએ નિહાળનાર પ્રત્યદર્શી મહિલાના સાસુ મધુબેન કહ્યુ કે અપહરણકર્તાઓએ તેમના પુત્રને પકડી રાખી મારમારી તેમની વહુને ઢસડીને કારમાં બેસાડી લઈ જઈ ફરાર થઈ ગયા હતા.

દીલીપ અને કૈલાશના લગ્નના માત્ર ત્રણ મહિનામાં જ કૈલાશના પરિવારજનોએ તેનુ અપહરણ કરી લીધુ છે.મહિલાના પતિ દિલીપ ચૌહાણ રીક્ષા ચલાવે છે.22 વર્ષીય મહિલાના પિતાએ જ પુત્રીનુ અપહરણ કરાવ્યા હોવાની ફરીયાદ મહિલાના પતિ દીલીપે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.મહિલાનુ અપહરણ G J 6 E D 7988 નંબરની ગાડીમાં થયુ હોવાનુ દીલીપે પોલીસને જણાવ્યુ છે.એક પિતા ધ્વારા પોતાની પુત્રીનુ અપહરણ કરાવ્યા હોવાની જાણ પોલીસને થતા પોલીસ આરોપી પિતાની શોધખોળ હાથ ધરી છે.લક્ષ્મીપુરા પોલીસે મહિલાના અપહરણની ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
First published:

Tags: Vadodara, અપહરણ, ક્રાઇમ, ગુજરાત, પ્રેમલગ્ન, વિવાદ

આગામી સમાચાર