વડોદરા શહેરના વીણા મેકર ધવલ મિસ્ત્રીએ બનાવી કૃષ્ણ ભક્તિ પર આધારિત રુદ્ર વીણા
વડોદરા શહેરના વીણા મેકર ધવલ મિસ્ત્રીએ બનાવી કૃષ્ણ ભક્તિ પર આધારિત રુદ્ર વીણા
વીણામાં લલિતાજીનો ઉલ્લેખ પહેલીવાર કરવામાં આવ્યો છે.
શહેરનું મિસ્ત્રી પરિવાર, જે પેઢી દર પેઢી વાદ્યો બનાવવાનું તથા એનું સમારકામ કરવાનું કાર્ય કરી રહ્યા છે. જેમાં ધવલ મિસ્ત્રી દ્વારા ખાસ વીણા બનાવવામાં આવી છે. જે કૃષ્ણ ભક્તિ પર આધારિત છે. આ રુદ્રવીણા પુષ્ટિ માર્ગ સંપ્રદાય પર આધારિત છે.
નિધિ દવે, વડોદરા: શહેરનું મિસ્ત્રી પરિવાર, જે પેઢી દર પેઢી વાદ્યો બનાવવાનું તથા એનું સમારકામ કરવાનું કાર્ય કરી રહ્યા છે. જેમાં ધવલ મિસ્ત્રી દ્વારા ખાસ વીણા બનાવવામાં આવી છે. જે કૃષ્ણ ભક્તિ પર આધારિત છે. આ રુદ્રવીણા પુષ્ટિ માર્ગ સંપ્રદાય પર આધારિત છે. જેમાં કૃષ્ણનો ઉલ્લેખ ન કરતા પણ એ કૃષ્ણ ભગવાનને સમર્પિત છે. આ વીણાની ખાસિયત એવી છે કે, પુષ્ટિમાર્ગમાં ભગવાનને જ્યારે સવારે ઉઠાવવામાં આવે ત્યારે રુદ્રવીણા એટલે કે બીનનું વાદન કરીને ભગવાનને ઉઠાડવામાં આવે છે.
રાધાજીના સખી લલિતાજી બિન વગાડે છે. વડોદરા શહેરના વીણા મેકર ધવલ મિસ્ત્રી એ આ વખતે જે વીણા બનાવી છે એમાં ખાસ લલિતાજીનો ઉલ્લેખ કર્યો છે. આવી રીતે વીણામાં લલિતાજીનો ઉલ્લેખ પહેલીવાર કરવામાં આવ્યો છે. વલ્લભાચાર્યના સમયમાં જે આઠ કિર્તનિયા થઈ ગયા એટલે કે અષ્ટ સખા, એમનો આ વીણામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને કમળનું ફૂલ જે કૃષ્ણ ભગવાનને ખૂબ જ પ્રિય છે, એને પણ ખુબજ સુંદર રીતે અંકિત કરવામાં આવ્યું છે.
આ વીણાને જૂનાગઢના સરદરાઈજી મહારાજના જન્મદિન નિમિતે વૈષ્ણવો એમને ભેટ તરીકે પધરાવવાના છે. તથા આ વીણાને બનાવતા સાડા પાંચ મહિનાનો સમય લાગ્યો છે. આમની સાથે બીજા બે કારીગરો એ આ વીણામાં કાર્ય કર્યું છે. સમીર મિસ્ત્રી, જેમને નકશીકામ, મૂર્તિ કામ કર્યું છે અને સુંદર ચિત્રકારી મહર્ષિ મિસ્ત્રી એ કરેલ છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર