વડોદરા : વધુ વાહનો ધરાવતી સોસાયટીઓમાં HSRP નંબર પ્લેટ ફિટ કરવા RTO રૂબરૂ આવશે

વડોદરામાં (vadodara)માં વધારે વાહન ધરાવતા સંસ્થા-સોસાયટીએ એચ.એસ.આર.પી (HSRP) ફિટમેન્ટ કરાવવા લેખિતમાં જાણ કરવી

News18 Gujarati
Updated: September 18, 2019, 6:21 PM IST
વડોદરા : વધુ વાહનો ધરાવતી સોસાયટીઓમાં HSRP નંબર પ્લેટ ફિટ કરવા RTO રૂબરૂ આવશે
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: September 18, 2019, 6:21 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : મોટર વાહન અધિનિયમ હેઠળ દંડની વિવિધ જોગવાઇઓની માંડવાળ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. વડોદરા શહેર-જિલ્લાની મોટરીંગ પબ્લિકને સગવડ થઇ રહે તે માટે શહેર-જિલ્લામાં નોંધાયેલ વાહનોમાં કે જેમાં હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર (HSRP ) ફિટમેન્ટ કરવાની બાકીમાં હોય તેવા વાહનોમાં હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર (HSRP ) નંબર પ્લેટ ફિટ કરવા અર્થે સરળતા ઉભી કરવામાં આવી છે. હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર (HSRP ) નંબર પ્લેટ ફિટ કરવાનું બાકી હોય તેવી કોઇ સંસ્થા/સોસાયટી દ્વારા વધારે વાહન હોય તો તે સંસ્થા-સોસાયટીના રહીશો દ્વારા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી વડોદરાને લેખિતમાં જાણ કરવાની રહેશે. જેથી કચેરી દ્વારા જે-તે સંસ્થા-સોસાયટીમાં આવા વાહનોને હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર (HSRP ) ફિટમેન્ટ કરી આપવામાં આવશે.

વિવિધ વાહનોના પી.યુ.સી.ના દરો નિયત કરવામાં આવ્યા


વડોદરા શહેર-જિલ્લાના પી.યુ.સી. સેન્ટર પર વાહનના પી.યુ.સી. કઢાવવા અર્થે ધસારો રહે છે. મોટરીંગ પબ્લિકના વિવિધ વાહનોના પી.યુ.સી માટે છેતરપીંડી ન થાય તે માટે સરકાર દ્વારા દર નિયત કરવામાં આવ્યા છે. નિયત દર મુજબ મોપેડ રૂ.10, ટુ વ્હીલર (મોપેડ સિવાય) રૂ.20, થ્રી વ્હીલર (એલ.પી.જી./પેટ્રોલ) રૂ.25, થ્રી વ્હીલર (ડિઝલથી ચાલતા) રૂ.25, એલએમવી (સીએનજી-એલપીજી-પેટ્રોલથી ચાલતા વાહનો) રૂ.50 અને બધાજ મીડીયમ અને હેવી મોટર વાહનો ડિઝલ, સીએનજીથી ચાલતા હોય તેના માટે રૂ.60 નક્કી કરવામાં આવ્યા છે.

નવા ટ્રાફિકના નિયમોના અમલની મુદત લંબાવાઈ

Loading...

વિજય રૂપાણી સરકારે રાજ્યના લોકોને નવા મોટર વ્હીકલ એક્ટના અમલ બાબતે આંશિક રાહત આપી છે. સરકારની જાહેરાત પ્રમાણે નવા મોટર વ્હીકલ એક્ટના અમલની મુદતમાં આશરે એક મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા આ નિયમ તારીખ 16 સપ્ટેમ્બરથી રાજ્યમાં લાગુ કરી દેવામાં આવ્યો હતો. હવે રાજ્યમાં આ મુદત 15મી ઓક્ટોબર સુધી લંબાવી દેવામાં આવી છે. આ મામલે વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી.
First published: September 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...