વેપારીને સસ્તા ભાવે સોનું ખરીદવાની ઓફર મળી, લાલચમાં ગુમાવ્યા 55 લાખ

News18 Gujarati
Updated: October 17, 2019, 7:17 PM IST
વેપારીને સસ્તા ભાવે સોનું ખરીદવાની ઓફર મળી, લાલચમાં ગુમાવ્યા 55 લાખ
રાજસ્થાનના વેપારીને ફોન પર જુના ભાવે સસ્તા સોનાની ખરીદીની ઓફર આપવામાં આવી, અને વેપારી લલચાઇ ગયા, અને લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો.

રાજસ્થાનના વેપારીને ફોન પર જુના ભાવે સસ્તા સોનાની ખરીદીની ઓફર આપવામાં આવી, અને વેપારી લલચાઇ ગયા, અને લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો.

  • Share this:
ફરીદ ખાન, વડોદરા: લોભીયા હોય ત્યાં ઘુતારા ભુખે ના મરે તે કેહવતને સાર્થક કરતી ઘટનાં વડોદરામાં સામે આવી છે, રાજસ્થાનના વેપારીને ફોન પર જુના ભાવે સસ્તા સોનાની ખરીદીની ઓફર આપવામાં આવી, અને વેપારી લલચાઇ ગયા, અને લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઠગબાજ ટોળકીએ રાજસ્થાનના ઝાલોરમાં રેહતા વેપારી નરેશકુમાર મહેશ્વરીને ઓગષ્ઠ મહિનામાં વિજાપુર રેહતા દિનેશ પટેલે ફોન કરી જણાવ્યું હતું કે, તેમની ઓળખાણ વસીમ નામનાં વ્યકતિ સાથે છે જે જુના ભાવે સોનું વેચવા માંગે છે, 2 કિલો સોનું એક પાર્ટીને વેચાણ આપવાનું છે. હાલ સોનાનો ભાવ 31 હજાર ચાલી રહ્યો છે, જે પાર્ટી બે કિલો સોનાના બિસ્કીટ 55 લાખમાં વેચાણ આપવા તૈયાર છે.

સસ્તા ભાવે સોનું મળવાની લાલચે વેપારી નરેશ મહેશ્વરી ઠગોની વાતોમાં આવી ગયા હતા અને વડોદરાના રેલ્વે સ્ટેશન પાસે એક હોટલમા ઠગો સાથે મીટીંગ કરી હતી, જેમાં વિજાપુરનો રેહવાસી દિનેશ પટેલ, વસીમ કાકુ, ભીખુસિંહ બાપુ, રેહવાસી હિમંતનગર, સરદારસિંહ બાપુ, અને ઇલ્યાસ અજમેરીએ નરેશકુમારને જુના ભાવે 2 કિલો સોનું આપવાની વાત કરી હતી. ત્યારબાદ બંટી ઉર્ફે ઇલ્યાસે નરેશ કુમાર ને ફોન કરીને સાબર ડેરી પાસે હિંમતનગર પાસે બોલાવ્યા હતા, અને થેલીમાં સોનાનાં 24 બિસ્કીટ આપ્યા હતા, જેના બદલામાં વેપારી નરેશ કુમારે 55 લાખ રોકડા બંટી ઉફ્રે ઇલ્યાસને આપ્યા હતા, જે કારમાં રૂપિયા લઇને ત્યાંથી જતો રહ્યો હતો.

જોકે, લાલચમાં ઠગ ટોળકીની જાળમાં ફસાઇ ગયેલ વેપારી નરેશ કુમારે થેલીનું વજન ઓછુ લાગતા તેમણે વજન કરાવતા વજન 1 કિલો અને 200 ગ્રામ થતા તેમને શંકા ગઇ હતી, પરંતુ ત્યાં સુઘી ઘણુ મોડું થઇ ગયું હતું. શંકા વઘુ ઘેરી બનતા વેપારીએ સોનાનાં બિસ્કીટની સોની પાસે ચકાસણી કરાવતા તમામ 24 સોનાનાં બિસ્કીટ નકલી નિકળ્યા હતા.

પોતે છેતરાયાની લાગણી થતા વેપારી નરેશ કુમારે ઠગ ટોળકીને વડોદરાના કલાલી વિસ્તારમાં આવેલ સહજાનંદ કોમ્પલેક્ષમાં બોલાવી સમગ્ર હકીકત જણાવી હતી. ઠગ ટોળકીએ રૂપિયા કચ્છનાં કબીર જૈનને આપ્યા હોવાની હકીકત જણાવી રૂપિયા પાછા આપવાની ખાત્રી આપી હતી. ફરી એકવાર વિશ્વાશમાં આવી ગયેલ વેપારી નરેશ કુમારે ઠગ ટોળકીને જવા દિઘી હતી, પરંતુ રૂપિયા પરત ન મળતા વેપારીએ ઉઘરાણી કરતા ઠગ ટોળકીએ વેપારીને મારી નાખવાની ઘમકી આપી હતી, આમ લાલચમાં આવી ગયેલ વેપારીને લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.

વેપારી નરેશકુમારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરીયાદ આપતા પોલીસે બંટી ઉર્ફે ઇલ્યાસ, દિનેશ પટેલ, ડો વસીમ કાકુ, સરદારસિંહ બાપુ, ભીખુસિંહ બાપુ, કચ્છનાં કબીર જૈન સામે વિશ્વાઘાત અને છેતરપીંડીનો ગુનો નોંઘી તપાસ હાથ ઘરી છે.
First published: October 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...