Home /News /madhya-gujarat /

Vadodara: રેતી ખનનનું મોટું કૌભાંડ, 2.75 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો

Vadodara: રેતી ખનનનું મોટું કૌભાંડ, 2.75 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો

બિન અધિકૃત ખનન/ વહનના કસૂરવારો પાસેથી રૂ. 39 લાખની દંડનીય વસુલાત કરવામાં આવી

જિલ્લા કલેકટર દ્વારા જિલ્લામાં સાદી માટી/ રેતી ખનીજોના બિન અધિકૃત વહનને અટકાવીને સરકારને થતું આવકનું નુકશાન ટાળવા આકસ્મિક ચકાસણી ક

    વડોદરા: જિલ્લા કલેકટર દ્વારા જિલ્લામાં સાદી માટી / રેતી ખનીજોના બિન અધિકૃત વહનને અટકાવીને સરકારને થતું આવકનું નુકશાન ટાળવા આકસ્મિક ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી છે. તેને અનુલક્ષીને ભૂસ્તશાસ્ત્રીની કચેરી દ્વારા નારેશ્વર સારિંગ રોડ પર ખનીજ વાહક વાહનોની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

    તે દરમિયાન 4 વાહનો આપવામાં આવેલા રોયલ્ટી પાસ કરતાં વધુ જથ્થામાં સાદી રેતી ખનિજનું વહન કરતાં ઝડપાયા હતા. આ બનાવમાં રૂ. 40 લાખની કિંમતનો, ખનીજ અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેની સાથે નોટિસ તથા વસુલાતની કાર્યવાહી કરવામાં આવી હતી.

    કચેરીની ટીમને મળેલી બાતમીના આધારે તા. 23 / 12 ના રોજ સાવલી તાલુકામાં મોકસી ગામે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન સાદી માટી ખનીજના બિન અધિકૃત ખનન અને વહનની પ્રવૃત્તિમાં સંડોવાયેલા 2 હિટાચી મશીન અને 11 વાહનો ઝડપવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો: Ahmedabad news: વિદેશમાં કમાવા ગયેલો યુવક દેવું કરી પાછો આવ્યો, પછી એવું કર્યું કે ....

    આ પૈકી બે વાહનોમાં સાદી માટી ભરેલી હતી. જ્યારે અન્ય 9 વાહનો ખાલી હતા. આ ઘટનામાં 2.35 કરોડનો મુદ્દામાલ સીઝ કરીને નોટિસ અને વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ ભૂસ્તશાસ્ત્રી નીરવ બારોટે જણાવ્યું છે. આમ, ગઈકાલના દિવસે ખનીજ વિષયક બિન અધિકૃત પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરીને રૂ. 2.75 કરોડની કિંમતના ખનીજ / મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: ખેડાઃ કઠલાલના ચૌહણપુરામાં રીસામણે ગયેલી પત્નીને તેડવા ગયો પતિ, તકરાત થતાં પતિએ કરીનાંખી હત્યા

    ડિસેમ્બર મહિનામાં કચેરી દ્વારા ખનીજોના બિન અધિકૃત ખનન / વહનના કસૂરવારો પાસેથી રૂ. 39 લાખની દંડનીય વસુલાત કરવામાં આવી છે. જ્યારે 20-21 ના વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં ખનીજોના અધિકૃત ખનન / વહન / સંગ્રહ અન્વયે રૂ. 629 લાખની ખનીજ ખાતા દ્વારા કાયદેસરની વસુલાત કરવામાં આવી છે. તથા આવનારા સમયમાં પણ આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara City News, વડોદરા

    આગામી સમાચાર