વડોદરા: 313 દિવ્યાંગ લાભાર્થીઓને રૂ.19.84 લાખની સહાય ચૂકવવામાં આવી

News18 Gujarati
Updated: July 15, 2019, 7:15 PM IST
વડોદરા: 313 દિવ્યાંગ લાભાર્થીઓને રૂ.19.84 લાખની સહાય ચૂકવવામાં આવી
સહાય લેતા દિવ્યાંગ લોકોની તસવીર

વડોદરા જિલ્લામાં પણ દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય આપવામાં આવી રહી છે. સમાજ સુરક્ષા કચેરી દ્વારા સતત પ્રયત્નો કરીને નિરાધાર જરૂરિયાતમંદોને લાભાન્વિત કરવામાં આવે છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ રાજય સરકારના સમાજ સુરક્ષા ખાતા દ્વારા અનાથ, બાળક, વિકલાંગો, દિવ્યાંગો, કિન્ન્રર અને વૃધ્ધ સહિત નિરાધાર જરૂરિયાતમંદ વર્ગોને ધ્યાને રાખી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી છે.
અલગ-અલગ યોજનાઓ અન્વયે લાભાન્વિત થતાં લાભાર્થીઓએ સમાજમાં પોતાનું આગવું સ્થાન બનાવી માનભેર જીવન જીવે છે. રાજય સરકારે દિવ્યાંગોના કલ્યાણ અર્થે દ્રઢ અને સંગીન પ્રયાસો કર્યા છે. છેવાડાના જરૂરિયાતમંદોને સરકારની કલ્યાણકારી યોજનાઓ અને કાર્યક્રમ વિવિધ સ્વરૂપે ટેકારૂપ બને છે, દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય આપવાની યોજના પણ દિવ્યાંગ લોકોને મદદ રૂપ બની છે.

વડોદરા જિલ્લામાં પણ દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય આપવામાં આવી રહી છે. સમાજ સુરક્ષા કચેરી દ્વારા સતત પ્રયત્નો કરીને નિરાધાર જરૂરિયાતમંદોને લાભાન્વિત કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૮-૧૯માં સમાજ સુરક્ષા કચેરી દ્વારા વડોદરા જિલ્લામાં ૩૧૩ લાભાર્થીઓને રૂ.૧૯,૮૪,૭૭૭ની સહાય ચૂકવવામાં આવી છે, તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હેતલ પરમારે જણાવ્યું હતુ. સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગોને સાધન સહાય કરી આર્થિક રીતે મદદરૂપ બનવામાં આવે છે. લાભાર્થીને તેમની જરૂરિયાત મુજબ સાધન સહાય મેળવવા અરજી કરવામાં આવે છે. સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓના સૌજન્યથી વિકલાંગ વ્યક્તિને સાધન સહાય આપવામાં આવે છે.

આ યોજના અન્વયે ૪૦ ટકા કે તેથી વધુ વિકલાંગપણું ધરાવતા, દ્રષ્ટિહિન તેમજ મૂકબધિર વ્યક્તિ કે જે ગુજરાત રાજયના વતની હોવા જોઇએ. વિકલાંગ ઓળખકાર્ડ ધરાવતા હોવા જરૂરી છે. આર્થિક સાધન સહાયમાં રૂ.૧૦ હજારની મર્યાદામાં સાધન સહાય મળવાપાત્ર છે. વિકલાંગને કૃત્રિમ અવયવ, ઘોડી કે કેલીપર્સ (બુટ), ત્રણ કે બે પૈડાંવાળી સાયકલ, સ્વરોજગારી માટે હાથલારી, સિલાઇ મશીન, મોચી કામ માટેના સાધનો, ઇલેકટ્રિક-કોમ્પ્યુટર રિપેરીંગના સાધનો, સાયકલ રિપેરીંગના સાધનો, ભરતગૂંથણ મશીન, એમ્બ્રોઇડરી મશીનની સહાય મળી રહે છે.

મૂકબધિર માટે હિયરીંગ એઇડ તથા સાધનસહાય, દ્રષ્ટિહિન માટે સંગીતના સાધનો, ફોલ્ડીંગ સ્ટીક, બ્રેઇલ કિટ, મંદબુધ્ધિ માટે એમ.આર. ચાઇલ્ડ કિટ, ટેબ્લેટ જેવા અદ્યતન સાધનો આપવામાં આવશે. આ સહાય મેળવવા માટેનું અરજીપત્રક જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, સી બ્લોક, ૧લો માળ, નર્મદાભુવન, વડોદરા ખાતે રજૂ કરવાનું રહે છે. આ અરજીપત્રક સાથે વિકલાંગ ઓળખકાર્ડ તેમજ આધારકાર્ડની નકલ ઉપરાંત સક્ષમ અધિકારીનો આવકનો દાખલો જોડવાના રહેશે.
First published: July 15, 2019
વધુ વાંચો
अगली ख़बर