Home /News /madhya-gujarat /

અમિતાભ બચ્ચનને 'સયાજી રત્ન એવોર્ડ' એનાયત, બીગ બીએ રાજવી પરિવારનો માન્યો આભાર

અમિતાભ બચ્ચનને 'સયાજી રત્ન એવોર્ડ' એનાયત, બીગ બીએ રાજવી પરિવારનો માન્યો આભાર

સયાજી રત્ન એવોર્ડ ગ્રહણ કરતા અમિતાભ બચ્ચન

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન આજે વડાદરા શહેરમા મહેમાન બન્યા છે.

    બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન આજે વડાદરા શહેરમા મહેમાન બન્યા છે. બચ્ચન આજે સવારે વડાદરા શહેરમાં આવી પહોંચ્યા હતા. જ્યાં રાજવી પરિવારે અમિતાભ બચ્ચનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રાજવી પરિવાર દ્વારા અમિતાભ બચ્ચનને સાયજીરાવ ગાયકવાડના નામે સયાજી રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બે કલાકના વડોદરામાં રોકાણ કર્યાબાદ પરત મુંબઇ ફરશે.

    નવલખી મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં એવોર્ડને સ્વિકાર્ય બાદ અમિતાભ બચ્ચને વડોદરાના લોકોને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે 'વડોદરાના લોકોએ મને જે પ્રેમ આપ્યો છે એનો હું ખુબ ખુબ આભાર. તમે મને આવી રીતે આમંત્રિત કરતા રહો અને હું આવી રીતે તમારી સમક્ષ આવતો રહીશ. મને સન્માનિત કરવા માટે ખુબ ખુબ જ આભાર. આ એવોર્ડને રતન તાતા જેવા મહાન લોકોના નામ'

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું આ લાયક નહીં પરંતુ જીવનમાં એવા લોકો આવ્યા જેનાથી હું પ્રેરિત થયો રહ્યો ખાસ કરીને મારા માતા પિતા. એવા લોકોથી હું પ્રભાવિત થઇને મેં મારું જીવન આગળ વધાર્યું હતું. ભારત છોડો આંદોલન સમયની વાતને પણ અમિતાભ બચ્ચને વર્ણન કર્યું હતું. પિતાજી સાથે સમય વિતાવવો એ જ એક રીતે શિક્ષણ હતું. પિતાજીનું લેખન વાંચીને મને ગણું શિખવા મળ્યું હતું.

    અભ્યાસ પૂર્ણ થયા બાદ નોકરી ન મળતા પરેશાન બચ્ચેન પોતાના પિતાજી ઉપર ગુસ્સો આવ્યો હતો. બચ્ચને પોતાના પિતાજીને પૂછ્યું હતું કે, મને પેદા કેમ કર્યો. ત્યારે બીજા દિવસે બચ્ચનના પિતાએ એક કવિતા લખી હતી. જેણે બચ્ચને વડોદરાના લોકો સમક્ષ વર્ણવી હતી. આ ઉપરાંત બચ્ચને પોતાના જીવનના નાના મોટા કેટલાક પ્રસંગો વર્ણવ્યા હતા. અમિતાભ બચ્ચને અગ્નિપથ કવિતા કહીને પોતાના શબ્દોને વિરામ આપ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે, વડોદરાના મહેનામ બન્યા બાદ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પેલેસમાં રોકાણ કર્યું હતું. રાજવી પરિવારે અમિતાભનું સ્વાગત કર્યું હતું. બીગબીએ લક્ષ્મીવિલાસ પેલેસની ભવ્યતાને નિહાળી હતી. પેલેસનાં મ્યુઝિયમની પણ તેમણે મુલાકાત લીધી હતી. 32 વર્ષ બાદ અમિતાભ બચ્ચન વડોદરાના મહેમાન બન્યા હતા.
    Published by:ankit patel
    First published:

    Tags: Big B, અમિતાભ બચ્ચન, વડોદરા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन