દારૂના તમામ મુદ્દામાલનો સમયમાંતરે સરકારી રાહે નિકાલ કરવામાં આવતો હોય છે
પોલીસ સ્ટેશનમાં અવાર નવાર દારૂ સંબંધિત વિવિધ ગુનાઓ નોંધાતા હોય છે. તેમાં લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવે છે. દારૂના તમામ મુદ્દામાલનો સમયમાંતરે સરકારી રાહે નિકાલ કરવામાં આવતો હોય છે.
વડોદરા: પોલીસ સ્ટેશનમાં અવાર નવાર દારૂ સંબંધિત વિવિધ ગુનાઓ નોંધાતા હોય છે. તેમાં લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવે છે. દારૂના તમામ મુદ્દામાલનો સમયમાંતરે સરકારી રાહે નિકાલ કરવામાં આવતો હોય છે. જે અંતર્ગત વડોદરા શહેરનાં ઝોન-૩ વિસ્તારનાં આવતા 4 પોલીસ સ્ટેશનનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં પાણીગેટ, વાડી, મકરપુરા અને માંજલપુરનો કુલ 1.07 કરોડ રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.
આ અંગે મિડીયા સાથે વાત કરતાં ઝોન-૩નાં ડીસીપી ડો. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતુ કે, વડોદરા શહેર ઝોન-૩ વિસ્તારનાં પાણીગેટ વાડી, મકરપુરા અને માંજલપુર એમ કુલ 4 પોલીસ સ્ટેશનનો ડિસેમ્બર 2020થી ડિસેમ્બર 2021 સુધીનો એક વર્ષ દરમ્યાન જે પણ અંગ્રેજી દારૂના કેસીસ કરવામાં આવ્યા હતા. આ તમામ કેસનાં મુદ્દામાલનો એક સાથે નાશ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કોર્ટમાંથી ચારેય પોલીસ સ્ટેશનની સંપૂર્ણ મંજૂરી મેળવ્યા બાદ આજે એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ આસિસ્ટન્ટ કલેક્ટર તથા નશાબંધી અધીકારીની રૂબરૂમાં તમામ મુદ્દામાલનું ચેકિંગ કર્યા બાદ ચારેય પોલીસ સ્ટેશનના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે.
વધુમાં જણાવ્યુ હતુ કે, ખાસ કરીને માંજલપુરનો 51 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે. વાડી પોલીસ સ્ટેશનનો સાડા સાત લાખ રૂપિયાનો મુદ્દામાલ છે. પાણીગેટ પોલીસ સ્ટેશનનો 27 લાખનો મુદ્દામાલ છે. મકરપુરાનો 22 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે. એમ કુલ ઝોન-3 વિસ્તારનાં 1 કરોડ સાત લાખ રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.