વડોદરા: શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવ (Shri Jagannathji's Rathyatra festival) નિમિત્તે છેલ્લા 9 વર્ષથી સાયન્સ (Science)અને પરંપરાનો (Tradition) સમન્વય કરી રોબો રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ઓરિસ્સાના પુરીમાં નીકળતી પરંપરાગત રથયાત્રામાં ભગવાનની સવારી માટે વપરાતા રથ જેવો જ રથ હોય તેવો જ રથ બનાવીને શહેરીજનો દ્વારા સવારે 8:30 કલાકે નિઝામપુરા વિસ્તારમાં આવેલા ડિલક્ષ ચારરસ્તાથી રથયાત્રાની શરૂઆત કરી હતી.
રોબો રથ પર ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળ્યા હતા.
રોબો રથ પર ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળ્યા હતા.રથની પહિંદ વિધી કર્યા બાદ ભગવાનનો રથ નગરમાં નિકળ્યો હતો,ભગવાના દર્શન કરવા લોકો ઉમટ્યા હતા.લોકોએ ભગવાનના દર્શન કરી આશિર્વાદ લીધા હતા અને ધન્યતા અનુભવી હતી.રથની વિષેશતા બાબતેજય મકવાણાએ જણાવ્યું હતું કે,આ રોબો રથપુરીના રથ જેવો બનાવામાં આવ્યો છે.રથની ટોચ પર સુદર્શન ચક્ર, તાડના વૃક્ષનું ચિત્ર, રથના ચાર સફેદ ઘોડા અને સારથી દારૂડનો સમાવેશ કરવામાં આવ્યો છે.પુરીના રથની પ્રતીકૃતી વાળા નંદીઘોષ રોબોરથની ઉંચાઈ 5 ફૂટની રાખવામાં આવી છે.આ સ્માર્ટ રોબોરથ મોબાઇલથી ઓપરેટ કરીને ચલાવવામાં આવે છે.
રથની અંદર લગાવવામાં આવેલ મશીનરીને મોબાઈલ બ્લ્યુટુથ સાથે કનેક્ટ કરીને રોબો રથનું સંચાલન મોબાઈલ દ્વારા જ કરવામાં આવે છે
રથની ટોચ પર સુદર્શન ચક્ર, તાડના વૃક્ષનું ચિત્ર, રથના ચાર સફેદ ઘોડા અને સારથી દારૂડનો સમાવેશ કરવામાં આવ્યો છે. પુરીના રથની પ્રતીકૃતી વાળા નંદીઘોષ રોબોરથની ઉંચાઈ 5 ફૂટની રાખવામાં આવી છે. આ સ્માર્ટ રોબોરથ મોબાઇલથી ઓપરેટ કરીને ચલાવવામાં આવ્યો.જેમાં 12 વોલ્ટની બેટરી અને 100 આર.પી.એમ.ની 6 મોટર મુકવામાં આવી છે. 6 પૈડાં પર લગાવવામાં આવેલ 6 મોટરને કારણે રથ એક કલાકમાં 10 કિમીની ઝડપે ચાલી શકે છે.રથની અંદર લગાવવામાં આવેલ મશીનરીને મોબાઈલ બ્લ્યુટુથ સાથે કનેક્ટ કરીને રોબો રથનું સંચાલન મોબાઈલ દ્વારા જ કરવામાં આવે છે.આ રોબો રથને બનાવવામાં30 થી 35 દિવસનો સમય લાગ્યો હતો.આજે અષાઢી બીજે ભગવાનન જગન્નાથજીને રોબો રથ પર નગરચર્યા કરાવીજય મકવાણાના પરિવારે ધન્યતા અનુભવિ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર