વડોદરા: ગરમીના પ્રકોપથી પીગળી ગયો રોડ, રાહદારીઓ પરેશાન

રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીને લીધે જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે, સાથે જ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યાં છે

News18 Gujarati
Updated: April 28, 2019, 4:54 PM IST
વડોદરા: ગરમીના પ્રકોપથી પીગળી ગયો રોડ, રાહદારીઓ પરેશાન
ગરમીના પ્રકોપથી પીગળી ગયો રોડ
News18 Gujarati
Updated: April 28, 2019, 4:54 PM IST
ફરીદ ખાન, વડોદરા: રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીને લીધે જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે. સાથે જ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યાં છે. ગરમીના પ્રકોપ સામે લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યાં છે, ત્યારે સૂર્યના આકરાં તાપ સામે રસ્તા પરનો ડામર પણ પીગળી રહ્યો છે.

વડોદરામાં શહેરમાં કંઇક આવા જ દ્રશ્યો જોવા મળ્યાં. કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદથી લે એન્ડ ટી સર્કલના રોડ પર ગરમીના કારણે ડામર પીગળી ગયો છે. જેના કારણે રાહદારીઓ પણ પરેશાન થઇ રહ્યાં છે. ખાસ કરીને આ રસ્તા પરથી ચાલીને નીકળી રહેલાં લોકોને ભારે મુશ્કેલી પણ પડી રહી છે.


આ પણ વાંચો: ગરમીમાં નહીં મળે રાહત, રાજ્યમાં હજુ બે દિવસ હિટવેવની આગાહી

ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હજુ ગરમીના પ્રમાણમાં વધારો થઇ શકે છે. કેમ કે, હજુ આગામી બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, જુનાગઢ, ભાવનગર, કચ્છ, વડોદરા, સુરત, વલસાડ, રાજકોટ અમરેલી, સુરેન્દ્રનગરમાં ગરમ પવન ફૂંકાશે.

 
First published: April 28, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...