Home /News /madhya-gujarat /Vadodara Gold Market: લગ્ન સિઝનના કારણે સોનાના ભાવમાં ઉછાળો, વડોદરામાં રોજ કેટલું સોનું ખરીદાય છે જાણો
Vadodara Gold Market: લગ્ન સિઝનના કારણે સોનાના ભાવમાં ઉછાળો, વડોદરામાં રોજ કેટલું સોનું ખરીદાય છે જાણો
24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 50,300ની આસપાસ થયો છે.
કોરોના મહામારીને કારણે બે વર્ષથી સામાન્ય જનજીવન ખોરવાયું છે. કપરા કાળે લોકડાઉન (Lockdown) સહિતની સમસ્યાઓમાં શુભ પ્રસંગો તથા લગ્ન પ્રસંગો (Marriage Season) યોજાઈ શક્યા ન હતા. જેથી અટકેલા પ્રસંગો આ વર્ષે યોજાઈ રહ્યા છે.
વડોદરા: કોરોના મહામારીને કારણે બે વર્ષથી સામાન્ય જનજીવન ખોરવાયું છે. કપરા કાળે લોકડાઉન (Lockdown) સહિતની સમસ્યાઓમાં શુભ પ્રસંગો તથા લગ્ન પ્રસંગો (Marriage Season) યોજાઈ શક્યા ન હતા. જેથી અટકેલા પ્રસંગો આ વર્ષે યોજાઈ રહ્યા છે. જેમાં આ વર્ષે સોનાની ખરીદીમાં વધારો નોંધાયો છે.નવા વેરિએન્ટ દહેશત એ હજુ સુધી સોનાની ચમક ઘટાડી નથી. અલબત્ત, બે વર્ષથી શુભ પ્રસંગો તથા લગ્ન પ્રસંગોને લાગેલી બ્રેક આ વર્ષે થોડી ઢીલી પડી છે. જ્યારે બીજી બાજુ છેલ્લા પખવાડિયા દરમિયાન 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 49,600ની આસપાસ રમતો હતો, જે હાલમાં રૂપિયા 50,300 થયો છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે સરકારે લગ્નમાં 150 વ્યક્તિની મંજૂરી આપેલ છે. જેને કારણે જાહોજલાલી, વરઘોડા, ફટાકડાના ધૂમ ધડાકા, મોટાપાયે જમણવાર, સહિતના ધામધૂમ ના ખોટા ખર્ચા બચતા આ વર્ષે આ યુવાન યુવતીના માતા-પિતા સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરતા થયા છે.
હાલની પરિસ્થિતિમાં વડોદરા શહેર- જિલ્લામાં રોજ સરેરાશ રૂપિયા 15 થી 20 કરોડનું સોનુ ખરીદાય છે. એમ, વડોદરા શહેરના જવેલર્સ સુનિલ ગણદેવીકરે જણાવ્યું હતું કે, સોનુ શુકનવંતુ ગણાતો હોય છે. જેમાં બાળકના જન્મથી જીવનપર્યત સોનાની ખરીદીનો ટ્રેન્ડ જારી રહ્યો છે. બાળક- બાળકીના જન્મની ખુશી, જનોઈ - મુંડન, બર્થ ડે, રીંગ સેરેમની, લગ્નની તિથિ, શુભ પ્રસંગો, સામાજિક વ્યવહાર સહિત રીત રિવાજોમાં સંતાનોને સોનું આપવાનો ટ્રેન્ડ યથાવત રહ્યો છે.
એક ખુશીના સમાચાર એ છે કે, ઘડામણ ચાર્જમાં રાહત આપવામાં આવેલ છે. લગ્નની સિઝનમાં ગ્રાહકોને આકર્ષવા માટે કેટલાક જ્વેલર્સઓએ ઘડામણ ચાર્જમાં 50 ટકા સુધીની છૂટ આપી છે. જે સાથે હીરાજડિત દાગીનામાં પણ વિશેષ વળતર આપવાનો ટ્રેન્ડ જારી કરાયો છે. વડોદરા શહેરના ગણદેવીકર જ્વેલર્સના માલિક ગિરીશભાઈએ જણાવ્યું હતું કે, આપણા દેશમાં સોનાની આયાત જારી છે. આગામી બજેટમાં કસ્ટમ ડ્યુટી ઘટે, તો સોનાનો ભાવ ઘટવાની સંભાવના સેવાઈ રહી છે. જવેલર્સઓએ 4 ટકા ડ્યૂટી ઘટાડવા રજૂઆત કરી છે. જે સ્વીકારવામાં આવે તો સોનાનો ભાવ ઘટી શકે છે.