Home /News /madhya-gujarat /

Vadodara: મોતિયાના અંધત્વથી મુક્ત જિલ્લો બનાવવાનો સંકલ્પ, મોતિયાની ઓળખનું અભિયાન શરૂ

Vadodara: મોતિયાના અંધત્વથી મુક્ત જિલ્લો બનાવવાનો સંકલ્પ, મોતિયાની ઓળખનું અભિયાન શરૂ

ત્રણ વર્ષમાં મોતિયા નિવારણના 80,606 ઓપરેશન કરવામાં આવ્યા...

રાષ્ટ્રિય અંધત્વ અને દૃષ્ટિ ખામી નિયંત્રણ એ સતત ચાલતો કાર્યક્રમ છે. જેના હેઠળ મોતિયાની તપાસ, શસ્ત્રક્રિયા અને દૃષ્ટિ ખામી નિયંત્રણની અવિરત કામગીરી રાજ્યનું આરોગ્ય તંત્ર કરી રહ્યું છે. 

    વડોદરા: રાષ્ટ્રિય અંધત્વ (National Blindness) અને દૃષ્ટિ ખામી નિયંત્રણ (Visual Impairment Control) સતત ચાલતો કાર્યક્રમ છે. જેના હેઠળ મોતિયાની તપાસ, શસ્ત્રક્રિયા અને દૃષ્ટિ ખામી નિયંત્રણની અવિરત કામગીરી રાજ્યનું આરોગ્ય તંત્ર (State Health System) કરી રહ્યું છે. આ કાર્યક્રમ હેઠળ આ વર્ષે પહેલીવાર ઘેર ઘેર (Door to Door) ફરીને આંખની તપાસ અને મોતિયાની ઓળખનું અભિયાન હાથ ધરાયું છે.

    આની જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સુરેન્દ્ર જૈને જણાવ્યું કે, હાલમાં જિલ્લાના ગ્રામ વિસ્તારમાં 10,612 જેટલાં લોકો મોતિયાને લીધે પૂર્ણ કે આંશિક અંધાપો ભોગવતા હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્ય મંત્રીની પ્રેરણાથી હાથ ધરવામાં આવેલા અભિયાન હેઠળ મે 2022 સુધીમાં આ તમામ લોકોની મોતિયાની જરૂરી સર્જરી કરી, નેત્રમણી બેસાડી મોતિયાજન્ય અંધાપો મુક્ત વડોદરા જિલ્લોનો સંકલ્પ સાકાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

    જિલ્લા આરોગ્ય તંત્ર પાસે ઉપલબ્ધ વિગતો અનુસાર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મોતિયાની 80,606 શસ્ત્રક્રિયાઓ કરીને અંધાપાનું નિવારણ કરવામાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે વર્ષ 2019-20 માં 38,569, 2020-21 માં 15,636 અને 2021-22 માં અત્યાર સુધીમાં 26,401 મોતિયા સર્જરી કરવામાં આવી છે અને અંધાપામુકત વડોદરા જિલ્લા માટે હવે વધુ 10,612 સર્જરી કરવાનું આયોજન છે.

    આ પણ વાંચો: Jagannath Yatra: ભગવાન જગન્નાથના રથને જંગલમાંથી લાકડું ન મળ્યું

    ડો. જૈને વડોદરા જિલ્લામાં જેમની ઉંમર 30 થી વધુ હોય અને જોવામાં ઝાંખપ જણાતી હોય તેવી વ્યકિતઓને નજીકના સરકારી દવાખાનામાં આંખની તપાસ કરાવી સહયોગ આપવા અનુરોધ કર્યો છે. યાદ રહે કે જેઓ બંને આંખે ૩ મીટર કરતાં ઓછું જોઈ શકતા હોય તેઓને મોતિયો હોવાની સંભાવના છે. રાજ્ય સરકારે આવા તમામ વ્યક્તિઓની ઓળખ કરી, વિગતવાર આંખ તપાસ કરીને સરકારી અને રજીસ્ટર્ડ સ્વૈચ્છીક સંસ્થાઓની આરોગ્ય સુવિધાઓની મદદથી મોતિયાનું વિનામૂલ્યે ઓપરેશન કરીને તેમને નવી દૃષ્ટિ આપવાનું આયોજન કર્યું છે.
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन