Home /News /madhya-gujarat /

PHOTO : ખિસકોલી પણ આપે છે રાષ્ટ્રધ્વજને માન, જોવો એક સુંદર ફોટોગ્રાફમાં

PHOTO : ખિસકોલી પણ આપે છે રાષ્ટ્રધ્વજને માન, જોવો એક સુંદર ફોટોગ્રાફમાં

હાલમાં પ્રજાસત્તાક દિનની (Republic Day) ઉજવણી આખા વડોદરા શહેર જિલ્લામાં (Vadodara) ચાલી રહી છે. ઠેર ઠેર રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ તો દરેકની રાષ્ટ્ર પ્રત્યેની લાગણી અને માન સન્માન બતાવવાની પદ્ધતિ જુદી જુદી હોય છે. 

હાલમાં પ્રજાસત્તાક દિનની (Republic Day) ઉજવણી આખા વડોદરા શહેર જિલ્લામાં (Vadodara) ચાલી રહી છે. ઠેર ઠેર રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ તો દરેકની રાષ્ટ્ર પ્રત્યેની લાગણી અને માન સન્માન બતાવવાની પદ્ધતિ જુદી જુદી હોય છે. 

વધુ જુઓ ...
    Vadodara News : હાલમાં પ્રજાસત્તાક દિનની (Republic Day) ઉજવણી આખા વડોદરા શહેર જિલ્લામાં (Vadodara) ચાલી રહી છે. ઠેર ઠેર રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ તો દરેકની રાષ્ટ્ર પ્રત્યેની લાગણી અને માન સન્માન બતાવવાની પદ્ધતિ જુદી જુદી હોય છે. કોઈક લોકો દેશભક્તિનું ગાયન ગાય, તો અમુક લોકો ત્રિરંગા કલરના (Trio Color) કપડાં પહેરે, કાતો રાષ્ટ્રધ્વજ ફરકાવીને ઉજવણી કરવામાં આવતી હોય છે. તો તેવામાં વડોદરા શહેરના ફોટોગ્રાફરે (Photographer) ખિસકોલી રાષ્ટ્રધ્વજને માન આપતી હોય એવો ફોટો કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે.

    વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા પરવેઝ કડીવાલાએ ખિસકોલી પર ક્રિએટિવ ફોટોગ્રાફી કરી છે. અત્યાર સુધી તેણે ખિસકોલીના વિવિધ પોઝના ઘણા બધા ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા છે. પરવેઝ કડીવાલાએ જણાવ્યું હતું કે, હું હાલ માઇનિંગ કંપનીમાં ક્વોલિટી મેનેજર તરીકે ફરજ બજાવું છું. ફોટોગ્રાફીનો શોખ મને કોલેજ સમયથી ઉદ્ભવ્યો હતો. કોલેજમાંથી બંક કરી હું મિત્રો સાથે નિમેટા ગાર્ડનમાં જતો હતો. ત્યારે મે વર્ષ 2016 માં પ્રથમવાર ખિસકોલીને ધ્યાનથી જોઈ હતી. ખિસકોલીની ચંચળતા મને આકર્ષી ગઈ અને શરૂઆતમાં મેં ખિસકોલીના ક્લોઝ અપ ફોટો લેવાનું શરૂ કર્યું હતું. તે વખતે જ મેં વિચાર્યું હતું કે , ખિસકોલીના વિવિધ પોઝ સાથે ફોટોગ્રાફ્સ લઈ શકાય છે.

    26મી જાન્યુઆરી આવતી હતી, એ પહેલાંના ત્રણ ચાર દિવસથી ખિસકોલીનો રાષ્ટ્રધ્વજ સાથે ફોટો ક્લિક કરવા ઇચ્છતા હતા. અને એક એવો સારો ખિસકોલીનો રાષ્ટ્રધ્વજ સાથેનો ફોટો લેવા 1400 થી વધુ ક્લિક્સ કર્યા હતા !


    26મી જાન્યુઆરી આવતી હતી, એ પહેલાંના ત્રણ ચાર દિવસથી ખિસકોલીનો રાષ્ટ્રધ્વજ સાથે ફોટો ક્લિક કરવા ઇચ્છતા હતા. અને એક એવો સારો ખિસકોલીનો રાષ્ટ્રધ્વજ સાથેનો ફોટો લેવા 1400 થી વધુ ક્લિક્સ કર્યા હતા ! ખિસકોલી સાથે કે અન્ય કોઈ પણ ફોટોગ્રાફી ધીરજ માગી લે તેવી હોય છે. મેં ખિસકોલીના અનેક ક્રિએટિવ ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા છે. ખિસકોલીનો રાષ્ટ્રધ્વજ ફરકાવતો ફોટો લેવા મેં 3 દિવસ રાહ જોઈ 1400 ક્લિક્સ કરી હતી, ત્યારે હું આ ફોટો લઈ શક્યો હતો, એવું શહેરના ફોટોગ્રાફરે જણાવ્યું હતું.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Republic day, Republic Day 2022, ગુજરાતી સમાચાર, વડોદરા સમાચાર

    આગામી સમાચાર