વડોદરા: વડોદરા સ્માર્ટ ડેવલપમેન્ટ લિમિટેડ 2021-22ના સ્નાતક થયેલા ઇન્ટર્ન માટે ની ભરતી આવેલ છે. વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડમાં ઈંધણ તરીકે કામ કરનાર ઈચ્છુક ઉમેદવારો નીચે આપેલી વિગતો પ્રમાણે અરજી કરી શકે છે. અરજી કરવાની આજે 06/01/22 છેલ્લી તારીખ છે.
વડોદરા સ્માર્ટ ડેવલોપમેન્ટ લિમિટેડમાં ઇન્ટરનશીપનો 11 મહિનાનો સમયગાળો રહેશે. "ધ અર્બન લર્નિંગ ઇન્ટરનશીપ પ્રોગ્રામ" અંતર્ગત કામ કરવાનું રહેશે. કૃપા કરીને આ નોકરી માટે અરજી કરતા પહેલા વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, મહત્વપૂર્ણ તારીખો જેવા પાત્ર માપદંડો વાંચી લેવા. જેથી કરીને અરજી કરેલ રદબાતલ ન થાય તથા સમય પણ બગડે નહીં.
ઇન્ટરનશીપ માટે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, એન્વાયરમેન્ટલ, સિવિલ, સોફ્ટવેર પ્રોગ્રામિંગ, જીઆઇએસ પ્રોગ્રામર, કોમ્પ્યુટર ઓપરેટર, ઇલેક્ટ્રોનિક્સ, કોમર્સ આ તમામ લોકો અરજી કરવા માટે લાયક છે. ખાસ કરીને એ જ ઉમેદવારો અરજી કરી શકશે જેમણે છેલ્લા 36 મહિનાની અંદર ગ્રેજ્યુએટ થયેલ હોય.
ઉમેદવારોની અંતિમ પસંદગી વ્યક્તિગત ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. ઇન્ટરવ્યુમાં પસંદગી પામેલ ઉમેદવારને વડોદરા સ્માર્ટ સિટી લિમિટેડ માં કામ કરવાની તક મળશે. તદુપરાંત ઘણી નવી વસ્તુઓ જોવા, જાણવા અને સમજવા પણ મળશે.
VSCDLમાં અરજી કેવી રીતે કરવી?- લાયક અને રસ ધરાવતા ઉમેદવારો તેમના જરૂરી દસ્તાવેજો અને અરજી ફોર્મ જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે. વધુ જાણકારી માટે http://vadodara-smartcity.in પર મેળવી શકશો.
VSCDL મહત્વની તારીખો :- અરજી કરવાની છેલ્લી તારીખ 06/01/2022 છે. આજે અરજી કરવાની છેલ્લી તારીખ છે તો ઇચ્છુક ઉમેદવારો તારીખ ચૂકશો નહીં અને આજે જ અરજીનું ફોર્મ ભરી, જણાવેલ સ્થળે પહોંચાડી દેવું.