પતંગિયું, તિથિ ઘોડો, મધમાખી, મકોડા, કીડી, જેવા 250થી વધુ જીવજંતુંનો સંગ્રહ...
ચંદ્રશેખર પાટીલ ચોથા ધોરણમાં ભણતા હતા, ત્યારથી તેઓ અનોખુ કલેક્શન કરી રહ્યા છે. તેમણે દુર્લભ જીવ - જંતુઓનું કલેક્શન કર્યું છે.તેમના કલેક્શનમાં 250 થી વધુ જીવજંતુ - કીટકો છે.
Nidhi Dave, Vadodara: પૃથ્વી પર દરેક પ્રકારના જીવ છે અને દરેકની ઉપયોગીતા પણ છે. જીવનચક્ર માટે મહત્વના છે.લોકો અનેક જીવોથી પરિચિત હોતા નથી. આપણા ઘરની આસપાસ જોવા મળતા જીવજંતુ અને કીટકો પ્રકૃતિ માં ખરેખર શું કામ કરે છે? અને તેનું કેટલું મહત્વ છે, એ વિષય પર બેકયાર્ડ ઇન્સેક્ટ કલેક્શન આર્ટ કન્ઝર્વેટર ચંદ્રશેખર પાટીલે કર્યું છે.
250 થી વધુ જીવજંતુઓનું કલેક્શન
ચંદ્રશેખર પાટીલે જણાવ્યું હતું કે, વર્ષ 1984થી હું કલેક્શન કરી રહ્યો છું,જેમાં પતંગિયું, તિથિ ઘોડો, મધમાખી, મકોડા, કીડી, ગ્રાસ હોપર, વંદા જેવા 250થી વધુ જીવજંતુ - કીટકો મારા કલેક્શનમાં છે.આ કલેક્શનની ખાસિયત એ છે કે, દરેક કીટકની સાથે તેમની વિગતવાર માહિતી આપવામાં આવી છે એટલે બાળકો અને વયસ્કો પણ જાણી શકે. આપણા જીવનમાં અને આ પૃથ્વી પર પ્રકૃતિના સંચાલનમાં આ કીટકો શું રોલ ભજવી રહ્યા છે. વધુમાં જણાવ્યું કે, જીવ - જંતુઓ આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. છતાં આપણે તેને મારી નાખીએ છે.
ચંદ્રશેખર પાટીલ જ્યારે ચોથા ધોરણમાં ભણતા હતા, ત્યારથી તેઓ અનોખુ કલેક્શન કરી રહ્યા છે. આને વૈજ્ઞાનિક ઢબે સાચવવામાં આવે છે તથા આ ડ્રાય પરિઝર્વ કરેલા છે. ખાસ કરીને ઇજિપ્તથી પણ જીવજંતુ મંગાવેલું છે. જ્યાં જ્યાં ફરવા ગયા ત્યાંથી જીવજંતુઓ લેતા આવ્યા.આ આખું 30થી 35 વર્ષનું સંગ્રહ છે.
Published by:Santosh Kanojiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર