Home /News /madhya-gujarat /

વડોદરા રેલવે સ્ટેશન ખાતે કોરોનાનો રેપીડ ટેસ્ટિંગ ડ્રાઈવ શરૂ

વડોદરા રેલવે સ્ટેશન ખાતે કોરોનાનો રેપીડ ટેસ્ટિંગ ડ્રાઈવ શરૂ

રોજના

રોજના 30 થી વધુ કોરોનાના ટેસ્ટિંગ કરવામાં આવે છે

દિવાળીના વેકેશન લઈને યાત્રીઓ બહાર ફરવા ગયા હોય ત્યારે વડોદરા રેલ્વે સ્ટેશનમાં તંત્ર દ્વારા કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે

     વડોદરા :દિવાળીના વેકેશન લઈને યાત્રીઓ બહાર ફરવા ગયા હોય ત્યારે વડોદરા રેલ્વે સ્ટેશનમાં તંત્ર દ્વારા કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં કોરોના ફરીથી પ્રવેશ ના કરે તેની તકેદારીને ઘ્યાનમાં રાખીને આ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.


    રોજના 30 થી વધુ કોરોનાના ટેસ્ટિંગ કરવામાં આવે છે, અને તેનો રિપોર્ટ તાત્કાલિક આપી દેવામાં આવે છે. જે કોઈ પોઝિટિવ જાણવામાં આવે, તેવા લોકોને હોમ કોરોન્ટાઈન રહેવાનું સૂચન કરવામાં આવે છે.


    2. 183 વર્ષ જુના સિદ્ધનાથ વિઠ્ઠલનાથજી મંદિર ખાતે એકાદશીની ઉજવણી કરાઈ...


    વડોદરાના ખંડેરાવ માર્કેટ પાછળ આવેલ સિદ્ધનાથ તળાવના કિનારે આવેલ સિદ્ધનાથ વિઠ્ઠલનાથજી મંદિર આવેલું છે. આ મંદિર 183 વર્ષ જૂનું છે. આ મંદિરમાં ગદરે પરિવારની છઠ્ઠી પેઢી સંચાલન કરી રહી છે. નવા વર્ષમાં 15 દિવસ સુધી મંદિરમાં વિવિધ કાર્યક્રમો યોજીને નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે.

    આ પણ વાંચો: મોરબીમાં 600 કરોડનું ડ્રગ્સ પાકિસ્તાનથી આવ્યું! આતંકવાદીઓ સાથે જોડાયેલા છે તાર

    આજે દેવઉઠી એકાદશીના દિવસે મંદિરની સાફસફાઈ કરીને ફૂલોથી સજાવવામાં આવ્યું છે. ભગવાન વિઠ્ઠલનાથજીનો પણ વિવિધ વાઘા પહેરાવીને તેમનો શણગાર કરવામાં આવ્યો છે. અખિલ ભારતીય કલા અને સાહિત્ય સાથે સંકળાયેલ સંસ્થા સંસ્કાર ભારતી વડોદરા જિલ્લા એકમની રંગોળી વિધાનાં કલાકારો દ્વારા વડોદરાના સુપ્રસિદ્ધ સિધ્ધનાથ વિઠ્ઠલ મંદિરનાં પ્રાંગણને સુરેખ રંગોળીથી શણગારવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દર્શાવતી રંગોળી તૈયાર કરવામાં 8 કલાકારો જોડાયા હતા અને એક કલાક જેટલો સમય લાગ્યો હતો.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara City, કોરોના કેસ, વડોદરા

    આગામી સમાચાર