Home /News /madhya-gujarat /

વડોદરાઃ ક્લિનિકમાં ‘કામલીલા’આચરનાર ડો. પ્રતિક જોષીની કરાઇ ધરપકડ

વડોદરાઃ ક્લિનિકમાં ‘કામલીલા’આચરનાર ડો. પ્રતિક જોષીની કરાઇ ધરપકડ

વડોદરાના અનગઢમાં ક્લિનિકની આડમાં કામલીલા આચરનાર ડો. પ્રતીક જોષીની પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે પોતાનો ભાંડો ફૂટ્યા બાદ ફરાર થઇ ગયેલા ડો. પ્રતિક જોષીને પોતાના વતન પંચમહાલથી ઝડપી પાડ્યો છે.

વડોદરાના અનગઢમાં ક્લિનિકની આડમાં કામલીલા આચરનાર ડો. પ્રતીક જોષીની પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે પોતાનો ભાંડો ફૂટ્યા બાદ ફરાર થઇ ગયેલા ડો. પ્રતિક જોષીને પોતાના વતન પંચમહાલથી ઝડપી પાડ્યો છે.

    વડોદરાના અનગઢમાં ક્લિનિકની આડમાં કામલીલા આચરનાર ડો. પ્રતીક જોષીની પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે પોતાનો ભાંડો ફૂટ્યા બાદ ફરાર થઇ ગયેલા ડો. પ્રતિક જોષીને પોતાના વતન પંચમહાલથી ઝડપી પાડ્યો છે. પોલીસે પ્રતીકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

    સુત્રોના જણાવ્યા પ્રમાણે એક મહિલા એ નંદેસરી પોલીસ સ્ટેશનમાં ડો. પ્રતિક જોષી વિરૂદ્ધ દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવી છે.  જેના પગલે પોલીસે મહિસાગરના કડાણા પાસે મુકપુર ગામનો રહેવાસી એવા ડો. પ્રતિક જોષીની ધરપકડ કરીને નંદેસરી પોલીસ સ્ટેશન લઇને આવી છે. અહીં મીડિયા સાથે વાત કરતા લંપટ ડોક્ટરે પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું.  ત્યારે અન્ય પ્રશ્નોના જવાબમાં પોલીસ કાર્યવાહી કરી રહી હોવાનું જ જણાવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, વડોદરાના અનગઢ ગામમાં ખાનગી ક્લિનિકની આડમાં તબીબ મહિલાઓને પોતાનો શિકાર બનાવતો હતો અને સારવાર અર્થે આવતી મહિલાઓ સાથે પાપલીલા આચરતો હતો. આ અંગેના સામે આવેલા વીડિયોમાં તબીબ અનેક મહિલાઓ સાથે દુષ્કર્મ આચરતો નજરે જોવા મળ્યો હતો. આ વીડિયો વાયરલ થતાં જ તબીબ ક્લિનિકને તાળા મારીને ફરાર થઈ ગયો છે. જ્યારે ડોક્ટરની પાપલીલાના કમ્પાઉન્ડર વીડિયો ઉતારતો હતો. કમ્પાઉન્ડરની ધરપકડમાં તેણે સમગ્ર ઘટનાને સ્વીકારી હતી અને 135 જેટલા વીડિયો ઉતાર્યાહોવાનું પણ કબુલ્યું હતું.



    તબીબ વ્યાજે રૂપિયા પણ આપતો હતો

    પ્રતિક જોશી નામનો તબીબ ક્લિનિકની આડમાં તે મહિલા દર્દીઓ સાથે કામલીલા આચરતો હતો. પ્રાપ્ત વિગત મુજબ આ તબીબ ગામમાં લોકોને વ્યાજે રૂપિયા પણ આપતો હતો. તગડા વ્યાજે નાણા આપ્યા બાદ વ્યાજ અને મુદ્દત સમયસર ન મળતા તે પઠાણી ઉઘરાણી કરતો. ગામના અનેક લોકો આ નરાધમના કર્જ તળે દબાયેલા છે. જ્યાં સામે આવેલા વીડિયોમાં આ હવસખોર તબીબ કામલીલા આચર્યા બાદ મહિલાને રૂપિયા આપતા પણ સ્પષ્ટ નજરે પડે છે. જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યાં છે.



    તપાસના બહાને અડપલા કરતો

    તબીબ સારવાર અર્થે આવતી મહિલાઓને કામજાળમાં ફસાવી તેની સાથે પાપલીલા આચરતો હો. દર્દીઓને તપાસવા ક્લિનિકમાં જ પાર્ટીશન કરી પાછળના ભાગે અલગ વિભાગ બનાવ્યો હતો. જ્યાં મહિલા દર્દીઓને તપાસવાના બહાને તેમની સાથે અડપલાં કરતો અને તક મળતા જ કામલીલા શરૂ થઈ જતી હતી.



    કમ્પાઉન્ડર ઉતારતો વીડિયો

    વડોદરાના ક્રિષ્ણા ટાઉનશીપમાં રહેતા BHMS ડો. પ્રતિક જોષી વડોદરા નજીક આવેલા અનગઢ ગામમાં પ્રેક્ટિસ કરતો હતો. ડૉક્ટર સારવાર માટે આવતી મહિલા દર્દીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવતો હતો અને બાદમાં તેઓ સાથે પોતાના ક્લિનિકમાં જ સેક્સલીલા માણતો હતો. આ સમયે હોસ્પિટલનો કમ્પાઉન્ડર તેની વીડિયો ઉતારતો હતો. આ ડૉક્ટરે અનગઢ ગામની 40 જેટલી મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા માણી હોવાની ચર્ચા ચાલી રહી છે.

    ગોળી આપીને કરતો બેભાન

    મળતી માહિતી પ્રમાણે ડોક્ટર મહિલાઓને ગોળી આપ્યા બાદ કામલીલા આચરતો હતો. ગોળી ગળ્યા બાદ મહિલાઓ બેભાન બની જતી હતી. બાદમાં ડોક્ટર તેમની સાથે પાપાચાર આચતો હતો. બાદમાં ડોક્ટર મહિલાઓને વીડિયો વાયરલ કરવાની ધાકધમકી આપીને રૂપિયાની માંગણી કરતો હતો.

    ડોક્ટરે બીજી જગ્યાએ શરૂ કર્યું હતું દવાખાનું

    અનગઢ ગામે ક્લિનિક શરૂ કરનાર તેમજ વડોદરાના ગોત્રી રોડ પર આવેલી ક્રિષ્ના ટાઉનશીપમાં રહેતા ડો. પ્રતિક જોશીએ મહિલાઓ સાથેની વીડિયો ક્લિપિંગ્સ વાયરલ થઈ જતાં અનગઢ ખાતે પોતાનું ક્લિનિક બંધ કરી દીધું હતું. બાદમાં તેમણે બોરસદના અલારસા ગામે નવું ક્લિનિક શરૂ કરી દીધું હતું. માળતી માહિતી પ્રમાણે અનગઢ પ્રકરણ ચર્ચામાં આવ્યા બાદ ડોક્ટરે પોતાના ક્લિનિક પર આવવાનું બંધ કરી દીધું હતું તેમજ ક્લિનિક બહાર પોતાના નામ પર લાલ કલર કરી દીધો હતો.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Woman rape

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन